ચેતન પટેલ/સુરતઃ શહેરના ચોક બજાર પોલીસને બાતમી મળી હતી કે બે શખ્સ છળકપટથી સોનું લાવી રહ્યાં છે. ત્યારબાદ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બંન્ને વ્યક્તિઓને ઝડપી લીધા હતા. આ બંન્ને યુવાનો દુબઈથી પાવડર સ્વરૂપે આવેલા સોનાના જથ્થાને લઈને અમદાવાદથી સુરત કોઈને આપવા માટે જતાં હતા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના ચોક બજાર પોલીસને બાતમી મળી હતી કે બે શખ્સ બાઈક પર છળકપટથી મેળવેલ સોના સાથે ફરી રહ્યા છે. સુરતમાં રાંદેર અને અડાજણ વિસ્તારમાં રહેતા સલમાન ઈબ્રાહીમ પટેલ ( ઉ.વ.33) અને સોયેબ ઝકરીયા પટેલ ( ઉ.વ.31) ને રૂ.27,05,750ની કિંમતના સોનાના 687 ગ્રામ જથ્થા સાથે ઝડપી લીધા હતા.બંને યુવાનો દુબઈથી પાવડર સ્વરૂપે આવેલા સોનાના જથ્થાને અમદાવાદ એરપોર્ટથી લઇ સુરત કોઈકને આપવા જતા હતા. 

રાજ્યના 12 GAS અધિકારીઓને આઇએએસ તરીકે નિમણૂક આપવામાં આવી   


પૂછપરછમાં આ સોનું શોએબનો ભાઈ સાજીદ દુબઇથી અમદાવાદ લાવ્યો હતો અને બાદમાં અમદાવાદથી સુરત મોકલી આપ્યું હતું. હાલ પોલીસે બન્નેને કોર્ટમાં રજૂ કરી આ સોનું કોની પાસેથી અને ક્યાંથી લાવ્યો હતો તેની પૂછપરછ શરુ કરી છે.  

જુઓ LIVE TV :