રાજ્યના 12 GAS અધિકારીઓને આઇએએસ તરીકે નિમણૂક આપવામાં આવી

Updated: Oct 22, 2019, 07:38 PM IST
રાજ્યના 12 GAS અધિકારીઓને આઇએએસ તરીકે નિમણૂક આપવામાં આવી

ગાંધીનગરઃ રાજ્યના 12 ગુજરાત કેડરના અધિકારીઓને આઇએએસ તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ કુલ 12 પૈકી 3 અધિકારીઓ અમદાવાદ મહાનગર પાલિકામાં ફરજ બજાવે છે. 

જે અધિકારીઓને જીએએસ અધિકારીઓને આઇએએસ તરીકે નિમણૂક આપવામાં આવી છે તેમાં બીજી પ્રજાપતિ, ડીડી કાપડિયા, ડીએ શાહ, કેએલ બચાની, ટી વાય ભટ્ટ, જીએસ પરમાર, એમએન ગઢવી, એનએ નિનામા, એસજે દેસાઈ, આરકે મહેતા અને કેડી લાખાણીનો સમાવેશ થાય છે.