નવસારીના વાંસદા નેશનલ પાર્કમાં દેખાયા બે એશિયાટિક વાઈલ્ડ ડોગ
વન વિભાગ દ્વારા વાંસદા નેશનલ પાક્ડ કેવડી બીટમાં મુકવામાં આવેલા કેમેરામાં આ બંન્ને એશિયાટિક વાઇલ્ડ ડોગ કેદ થયા છે.
નવસારીઃ દક્ષિણ ગુજરાતમાં એક ઐતિહાસિક ઘટના સામે આવી છે. નવસારીના વાંસદા નેશનલ પાર્કમાં બે એશિયાટિક વાઈલ્ડ ડોગ જોવા મળ્યા છે. 50 વર્ષ બાદ આ વન વિસ્તારમાં એશિયાટિક ડોગ જોવા મળ્યા છે. વન વિભાગના કેમેરામાં આ ડોગના દ્રશ્યો કેદ થયા છે.
મળતી માહિતી મુજબ નવસારીમાં આવેલા વાંસદા નેશનલ પાર્કમાં બે એશિયાટિક વાઈલ્ડ ડોગ જોવા મળ્યા છે. આશરે 50 વર્ષ બાદ આ વન વિસ્તારમાં આ ડોગ જોવા મળ્યા છે. વન વિભાગ દ્વારા વાંસદા નેશનલ પાક્ડ કેવડી બીટમાં મુકવામાં આવેલા કેમેરામાં આ બંન્ને એશિયાટિક વાઇલ્ડ ડોગ કેદ થયા છે.
એશિયાટિક વાઈલ્ડ ડોગ ઈન્ડિયન વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972ના સિડ્યુલ 2 હેઠળ સંરક્ષિત યાદીમાં સામેલ છે. વાસંદા નેશનલ પાર્કમાં આ બે ડોગ દેખાતા વન વિભાગે તેને સારા જંગલની નિશાની ગણાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર