ચાણસ્મા હાઇવે પર બે બાઇક અથડાતા 3 યુવકોનાં ઘટના સ્થળે જ મોત, એક ગંભીર
ચાણસ્માના ધિણોજ ગામ નજીક બે બાઇક સામ સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર 3 યુવકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે એક યુવકને ગંભીર સ્થિતીમાં 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે મૃતકોનાં પરિવાર અને આસપાસનાં વિસ્તારોમાં શોકની લાગણી પ્રસરી હતી.
મહેસાણા : ચાણસ્માના ધિણોજ ગામ નજીક બે બાઇક સામ સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર 3 યુવકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે એક યુવકને ગંભીર સ્થિતીમાં 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે મૃતકોનાં પરિવાર અને આસપાસનાં વિસ્તારોમાં શોકની લાગણી પ્રસરી હતી.
અમદાવાદ: પાનના ગલ્લાઓ ફરી એકવાર થશે બંધ, કોરોના સંક્રમણ વધતા તંત્રનો નિર્ણય
ચાણસ્મા મહેસાણા હાઇવે પર ધિણોજ ગામ નજીક પેટ્રોલપંપ પાસે સાંજના સમયે પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલા બે બાઇક અથડાતા બંન્ને બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બાઇક સવાર યુવાનો ફંગોળાયા હતા. જેમાં 3ને માથા સહિત શરીરનાં વિવિધ ભાગોમાં ઇજા પહોંચતા તેમના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે લોકોનાં ટોળે ટોળા એકત્ર થયા હતા. 108 તથા પોલીસને જાણ કરવામાં આવી હતી.
અમદાવાદ: PCBના લાંચિયા ક્લાસ-1 અધિકારીને ACB એ ઝડપ્યો, કરોડોની મિલ્કત મળી
પોલીસ દ્વારા તમામ યુવકોનાં પરિવારને જાણ કરવામાં આવી હતી. ત્રણેયના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો પોલીસ દ્વારા અકસ્માત કઇ રીતે થયો તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
Gujarat Corona Update: રેકોર્ડબ્રેક 1410 દર્દી, 16નાં મોત, 1,01,101 કુલ સ્વસ્થ થયા
મૃતકોનાં નામ
છનાભાઇ જોગાભાઇ રાઠોડ
આશિષ બળદેવભાઇ પટેલ
વિરલ પટેલ ચાણસ્મા
વિષ્ણુ રાઠોક (સારવાર હેઠળ)
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube