અમદાવાદ: રાજ્યમાં આગામી બે દિવસ શીતલહેરની હવામાન ખાતાની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ભાવનગરમાં આજે શીતલહેર જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, ભાવનગરમાં આવતી કાલે ભારે ઠંડીનો અનુભવ લોકો કરશે. તાપમાનનો પારો નીચો જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BMW કેસનો આરોપી વિસ્મય શાહ દારૂની મહેફીલ માણતો પકડાયો, પત્ની સહિત 6 લોકોની ધરપકડ


અત્રે જણાવવાનું કે ઉત્તર ભારતમાં સતત ઠંડીનો પ્રકોપ ચાલુ છે. જમ્મુ અને કાશ્મીરમાં આ વખતે રેકોર્ડ તોડ ઠંડી પડી રહી છે જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત અનેક ભાગોમાં આગામી બે દિવસ ઠંડીનો પ્રકોપ રહી શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદમાં પણ પારો 10  ડિગ્રીથી નીચે જઈ શકે છે. 


નોંધનીય છે કે કઈ કાલે રાતે ગુજરાતના 8 જેટલા શહેરોમાં પારો 12 ડિગ્રી કરતા પણ નીચે રહ્યો હતો. આ બાજુ રાજસ્થાનમાં આવેલા અને ગુજરાતીઓને અતિ પ્રિય એવા માઉન્ટ આબુમાં તાપમાન સતત માઈનસમાં નોંધાઈ રહ્યું છે. ગત રાતે ત્યાં માઈનસ એક ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...