ભરત ચુડાસમા, ભરૂચ: ઝાડેશ્વર ખાતે નર્મદા નદીના કિનારેથી એક જ પરિવારના ત્રણ લોકોએ આપઘાત કર્યો હોવાના સમાચાર મળી રહ્યાં છે. જેમાંથી એક મહિલા અને એક પુરુષનો મૃતદેહ પોલીસને મળી આવ્યા છે. જ્યારે હજી અન્ય એક લાશની પોલીસ શોધખોળ કરી રહી છે. જો કે, ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને બંનના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સ્ત્રી શસક્તિકરણ: આણંદની આ ગૃહિણી ગ્રીસમાં ચમકાવશે ગુજરાતનું નામ


પ્રાપ્ત માહિત અનુસાર, ભરૂચના ઝાડેશ્વર ખાતે નિલકંઠેશ્વર મંદિર નર્મદા નદીના કિનારેથી વલસાડના એક જ પરિવારના ત્રણ લોકોએ આપઘાત છે. જેમાંથી એક પુરુષ અને એક મહિલાના મૃતદેહ મળી આવ્યો છે. નર્મદામાં સ્નાન માટે આવતા સ્થાનિક લોકોએ નદીના કિનારે મૃતદેહ મળ્યાની પોલીસને જાણ કરી હતી. જો કે, મૃતદેહ મળ્યાની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.


આ પણ વાંચો:- પાકિસ્તાનનું નવું ષડયંત્ર, ગુજરાતના સરક્રિક ક્ષેત્રમાં તૈનાત કર્યા SSG કમાન્ડો


સ્થળ પર પહોંચેલી પોલીસે આ અંગે તપાસ કરતા મૃતકના પાકીટમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. આ સુસાઈડ નોટમાં ત્રણ લોકોના નામ અને સહી હતા. જેના આધારે પોલીસે પ્રાથમિત તપાસમાં એક જ પરિવારના ત્રણ લોકોએ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા અને સુસાઇટ નોટમાં અન્ય એક નામ લખેલા મહિલાના મૃતદેહની શોધખોળ કરી રહી છે.


આ પણ વાંચો:- 131 કરોડના ખર્ચે દિલ્હીમાં થયું ‘ગરવી ગુજરાત ભવન’નું નિર્માણ, આ સુવિધાથી સજ્જ હશે


પોલીસને નર્મદા નદીના કિનારેથી મોસમી દોલતરાય સાગર (પુત્રી), રામકુમાર દોલતરાય સાગર (પુત્ર)નો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે રંજનબેન દોલતરાય સાગર (માતા) જેમનો મૃતદેહ હજી સુધી મળ્યો નથી અને પોલીસ તેમની લાશની શોધખોળ કરી રહી છે. ત્યારે આ ત્રણયે કયા કારણો સર આપઘાત કર્યો છે તેને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...