સ્ત્રી સશક્તિકરણ: આણંદની આ ગૃહિણી ગ્રીસમાં ચમકાવશે ગુજરાતનું નામ

સ્ત્રી જીવનને હકિકતામાં સમજનાર અને પોતાના જીવનમાં પણ સાકાર કરનાર મિત્તલ ટંકારીયા ઓગસ્ટમાં ગ્રીસ ખાતે યોજાનાર વોટમોન મિસીસ ઇંડિયા વર્લ્ડ વાઇટ કોમ્પીટેશનમાં ભાગ લેવા માટે જઇ રહિયા છે. સતર દેશોમાંથી એકસો સીતેર મહિલાઓ આ સ્પર્ધામાં ભાગ લેવાના છે

સ્ત્રી સશક્તિકરણ: આણંદની આ ગૃહિણી ગ્રીસમાં ચમકાવશે ગુજરાતનું નામ

લાલજી પાનસુરીયા, આણંદ: સ્ત્રી જીવનને હકિકતમાં સમજનાર અને પોતાના જીવનમાં પણ સાકાર કરનાર મિત્તલ ટંકારીયા ઓગસ્ટમાં ગ્રીસ ખાતે યોજાનાર વોટમોન મિસીસ ઇન્ડિયા વર્લ્ડ વેઇટ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે જઇ રહી છે. 17 દેશોમાંથી 170 મહિલાઓ આ સ્પર્ધામાં ભાગ લેવાની છે. ત્યારે મિત્તલ ટંકારીયા દેશનું પ્રતિનિધિત્વ કરશે તે ગુજરાતને ગૌરવ થાય તેવી વાત છે.

મુળ સૌરાષ્ટ્રના અને વર્ષોથી અમદાવાદ અને એક વર્ષથી આણંદમાં રહેતા મિત્તલ ટંકારીયા મહિલાઓ માટે ખુબ ઉમદા વિચારો રાખે છે. સાથે સાથે આજે પણ સમાજની ઘણી મહિલાને કામ કરવાનો મોકો નથી મળ્યો તેને મદદ રૂપ થવા માગે છે. તેઓ માત્ર સ્ત્રી શસક્તિકરણની વાત નથી કરતા. તેમને નેચર પ્રત્યે પણ એટલો જ લગાવ છે. તેમા પણ વાઇલ્ડ લાઇફ એનીમલ અને ઘરેલુ પશુ પક્ષીઓ માટે પણ લાગણી ધરાવે છે.

સામાન્ય રીતે ગુજરાતની દિકરીઓ લગ્ન પછી ભાગ્યે આવી સ્પર્ધાઓમાં ભાગ લેતી હોય છે. પણ મિત્તલ ટંકારીયા પરીવારને સાચવી ત્યારબાદ પણ સમાજ સેવા અને આવી ઇંટરનેશલ સ્પર્ધાઓમાં ભાગ લેતા હોય છે. તે એક સ્ત્રી માટે ખુબ અઘરૂ હોય છે. તેમ છતાં અદમ ઇચ્છા શક્તિ આજે વર્લ્ડ કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ રહી છે અને દેશનુ નામ રોશન થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી રહ્યાં છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news