સુરત: ધુળેટીના ઉત્સવ (Dhuleti Festival) પર સુરતમાં કાર અકસ્માત સર્જાતા એક પરિવારમાં માતમ છવાયો છે. ગત રાત્રીએ સુરતના ટકારા ગામે કાર અકસ્માત (Car Accident) સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય લોકોને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, અકસ્માતની (Surat Accident) જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ, સુરતના (Surat) કતારગામથી ઓલપાડના એરથાણ તરફ એક કાર જઈ રહી હતી. તે દરમિયાન ઓલપાડના ટકારમા ગામ નજીક કાર પરથી કાબુ ગુમાવતા કાર કેનાલમાં પલટી મારી ગઈ હતી. જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળ પર મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં (Car Accident) મયુરભાઈ ગાબાણી અને 2 વર્ષના માસૂમ બાળકનું કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. જો કે, આ અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.


આ પણ વાંચો:- પોચા હૃદયના લોકો માટે નથી! સુરતમાં હત્યાનો એવો બનાવ જે તમારૂ કાળજુ કંપાવી નાખશે


આ કારમાં સાત લોકો સવાર હતા. જ્યારે કારમાં સવાર અન્ય લોકોને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે સુરતની એક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે તહેવાર પર જ બે વ્યક્તિના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણને કારણે સરકારે ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે ધુળેટીની ઉજવણી માટે ફાર્મહાઉસ પર જતા સમયે કાર અકસ્માત સર્જાયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube