તારાપુર : આણંદ જિલ્લામાં અકસ્માતની બે ઘટના બની હતી. જેમાં તારાપુર તાલુકાના ગલિયાણામાં ટ્રકે સામેથી આવી રહેલી ગાડીને ટક્કર મારી હતી. જ્યારે બોરસદના વાસણામાં ડમ્પરે કારને ટક્કર મારી હતી. બંન્ને બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે મહિલા સહિત કુલ 6 વ્યક્તિઓનાં શરીર અને માથાના ભાગે ઘા પડ્યા હતા. આ બંન્ને બનાવો અંગે પોલીસ દ્વારા ટ્રક અને ડમ્પરનાં ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણ: રાધનપુરમાં ખેડૂતોએ ટ્રેન અટકાવાતા તંત્ર દોડતું થયું, પોલીસ આવતા ભાગદોડ
ગલિયાણામાં ટ્રકે ટક્કર મારતા બેનાં મોત નિપજ્યાં હતા. ભાવનગરનાં પોપટભાઇની વાડી ખાતે રેલવે હોસ્પિટલની પાછળ મનોજ બિપિનભાઇ રાઠોડ રહે છે. તેઓ રેલવેમાં સ્ટેશન ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. તેઓ પોતાનાં મિત્રો સાથે નવા વર્ષે મુંબઇ ફરવા માટે ભાવનગરથી જઇ રહ્યા. ત્યારે તેઓ તારાપુરનાં ગલિયાણા ગામ નજીક ટ્રકે ટક્કર મારી હતી. જેના કારણે ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ત્યારે કાર ચલાવી રહેલા મયુરસિંહ ગોહિલ અને બાજુમાં રહેલા સિદ્ધાર્થ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત નિપજ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube