રાજકોટ: ગણતરીના કલાકોમાં સ્વાઈન ફ્લુથી 2 લોકોના મોત, કુલ મૃત્યુઆંક 44 પર પહોંચ્યો
રાજ્યમાં સ્વાઈન ફ્લુથી થનારા મૃત્યુમાં બેનો વધારો થયો છે.
રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજ્યમાં સ્વાઈન ફ્લુથી થનારા મૃત્યુમાં બેનો વધારો થયો છે. આ સાથે રાજ્યમાં સ્વાઈન ફ્લુથી મૃત્યુઆંક 44 પર પહોંચ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સવાઈન ફ્લુના વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. છેલ્લા 12 કલાકમાં 2 દર્દીઓના મોત નિપજતા હાહાકાર મચ્યો છે. આ સાથે હજુ 9 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.
PICS ગિર સોમનાથ: ગજબ છે આ ગામના ખેડૂતોનું ભેજુ, જાત મહેનતે કરે છે બમણી કમાણી
જેમ જેમ શિયાળાના ઠંડી વધતી જાય છે તેમ સ્વાઈન ફ્લુ લોકોને પોતાના ચપેટમાં લેતો જાય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢના એક વૃદ્ધા અને રાજકોટના વૃદ્ધના સારવાર ચાલી રહી હતી. જેમના મોત નિપજ્યાં. મૃતક વૃદ્ધા જૂનાગઢ જિલ્લાના ખડપીપળીના રહીશ હતાં. વૃદ્ધાને એક દિવસ પહેલા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાંથી સારવાર માટે અહીં ખસેડાયા હતાં. મોડી રાતે સારવાર દરમિયાન મોત થયું.
આમ સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધી સ્વાઈન ફ્લુના 165 કેસો પોઝિટિવ નોંધાયા છે. કુલ મૃત્યુઆંક 44 પર પહોંચ્યો છે.