ડીસા-થરાદ હાઇવે પર જીપ-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3નાં ઘટના સ્થળે જ મોત
ડીસા- થરાદ હાઇવે પર આવેલા ગોઢા રેલવે ફાટક નજીક શુક્રવારે મોડી સાંજે પેસેન્જર ભરેલી જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્તામાં એક મહિલા અને પુરૂષ સહિત 3નાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે જીપનાં ડ્રાઇવર સહિત સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી 4 ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા. ઘટના અંગે જાણ થતા તંત્ર દોડતું થયું હતું. 108 દ્વારા તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પાલનપુર : ડીસા- થરાદ હાઇવે પર આવેલા ગોઢા રેલવે ફાટક નજીક શુક્રવારે મોડી સાંજે પેસેન્જર ભરેલી જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્તામાં એક મહિલા અને પુરૂષ સહિત 3નાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે જીપનાં ડ્રાઇવર સહિત સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી 4 ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા. ઘટના અંગે જાણ થતા તંત્ર દોડતું થયું હતું. 108 દ્વારા તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
હોર્ન વગાડવાની શહેરને સજા: વિજય નેહરાએ વીડિયો રિટ્વીટ કરીને કહ્યું આવું કરવું છે?
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર લાખાણીની ગોઢા રેલવે ફાટક નજીક શુક્રવારે મોડી સાંજે ડીસા તરફથી પેસેન્જરથી ખચોખચ ભરેલી જીપ આવી રહી હતી. જે ટ્રક સાથે ધડાકાભેર થઇડાય હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીના ફુરચા ઉડી ગયા હતા. પેસેન્જરથી બુમરાણ અને કણસાટથી સમગ્ર સીમ પંથક થથરી ગયો હતો. આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. જો કે જીપમાં રહેલી એક મહિલાનું તથા પરબત મકવાના (ઉં.વ 26, મોટાકાપરા)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે જીપચાલક સહિત કુલ 7 અને તેમાં 4 ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામને સારવાર માટે ડિસા ખાતેની હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે. જ્યારે મૃતક મહિલા અને યુવકને ભીલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube