હોર્ન વગાડવાની શહેરને સજા: વિજય નેહરાએ વીડિયો રિટ્વીટ કરીને કહ્યું આવું કરવું છે?
Trending Photos
અમદાવાદ : મુંબઇના ટ્રાફીકની ખરાબ સ્થિતી વિશે તો લગભગ બધા જાણે જ છે અને તમાં પણ ચાર રસ્તે સિગ્નલ બંધ હોવા છતા પણ હોર્ન વગાડવાની વાહન ચાલકોની વિચિત્ર વૃતી ન માત્ર પોલીસ પરંતુ આ બાબતે જાગૃત નાગરિકો માટે માથાનો દુખાવો બની ગઇ હતી. જો કે લોકોને સમજાવવાથી કોઇ માનતું નહોતું પરંતુ પોલીસે એવો અનોખો કિમિયો અજમાવ્યો અને તેને ટ્વીટ કર્યો જેની ખુબ સરાહના થઇ રહી છે. આ વીડિયોમાં મુંબઇ પોલીસે પ્રાયોગિક ધોરણે કેટલાક ટ્રાફીક સિગ્નલ પર ડેસિબલ મીટર (અવાજની તિવ્રતા માપવાનું મીટર) મુક્યા હતા. સામાન્ય રીતે વેઇટિંગ પીરિયડ 90 સેકન્ડનો હોય છે. જો કે તમે હોર્ન વગાડો અને અવાજ 85 ડેસિબલથી વધારે થાય તો તુરંત જ સિગ્નલ રિસેટ થઇ જાય છે અને 90 સેકન્ડથી ચાલુ થઇ જાય છે.
Interesting idea indeed.
Should we try it in Ahmedabad? https://t.co/aBPMCOnwZJ
— Vijay Nehra (@vnehra) January 31, 2020
આ વીડિયો હાલ લોકોમાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. મુંબઇ પોલીસનાં આ પ્રયાસને લોકો ખુબ જ બિરદાવી રહ્યા છે. ત્યારે અમદાવાદનાં મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ પણ આ વીડિયોને રિટ્વીટ કર્યો હતો અને સાથે કેપ્શન લખ્યું હતું કે શું અમદાવાદમાં પણ આવું કરવું છે ? અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પણ સ્થિતી મુંબઇ જેવી જ છે. ચાર રસ્તા પર રેડ લાઇટ હોય તો પણ કેટલાક ભણેલા ગણેલા અભણ લોકો વારંવાર હોર્ન વગાડતા રહેતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે