અમરેલી : રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ ટળ્યું નથી, આજે અમરેલીના ખાંભા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા લોકોને અષાઢ મહિના જેવું વાતાવરણ સર્જાયું છે. ખાંભા તાલુકાના લાસા ગામમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ગામની શેરીઓમાં ધોધમાર પાણી ચાલતું થયું છે. અમરેલી જિલ્લામાં બે દિવસ પહેલા જ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જે તે સમયે માર્કેટિંગ યાર્ડમાં નવી આવકો બંધ કરી દેવાઇ હતી. ખેડૂતોને પણ એલર્ટ કરી દેવાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોડ પર અચાનક સામેથી ગાડી ઉડીને આવી અને કન્ટેનરમાં ઘુસી ગઇ, ત્રણના ઘટના સ્થળે જ મોત


જો કે આજે કમોસમી વરસાદની આગાહી નહી હોવા છતા ખાંભાના લાસા ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના પગલે શેરીઓમાં જાણે નદીઓ વહેતી થઇ હતી. જો કે આ વરસાદ ખેડૂતો માટે આફતનો વરસાદ થયો હતો. શિયાળુ પાકને પણ નુકસાન થાય તેવી શક્યતા છે. મગફળી કાઢવાનો સમય હોય મોટા પ્રમાણમાં ખેડૂતોએ મગફળી કાઢી હોવાથી ખેતરોમાં પાથરા પડ્યાં છે. જ્યારે બીજી તરફ કેટલાક ખેડૂતો દ્વારા શિયાળુ પાકની તૈયારી હતી તેવા સમયે વરસાદ પડતા જમીન પિચકી ગઇ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube