હનીફ ખોખર, જૂનાગઢ: સિંહોના થઇ રહેલા વાયરલ વીડિયોનો સિલસિલો યથાવત રહ્યો. આજે ફરી સિંહોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં બે સિંહણ અન બચ્ચાઓ રોડ ક્રોસ કરતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયો જુનાગઢના સાસણથી તલાલા જવાના રોડ ઉપરનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે અહીં ક્લિક કરો: 7 પેજની સ્યુસાઇડ નોટ લખીને સુરતના યોગગુરૂએ કર્યો આપઘાતને પ્રયાસ


[[{"fid":"192389","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


જુનાગઢના સાસણ રોડ પર 2 સિંહણ અને તેના બચ્ચાને કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે. આ વિડિયામાં કોઇ કાર ડ્રાઇવર સાસણથી તલાલા રોડ પરથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે એક સિંહોનો પરિવાર રોડ ક્રોસ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયામાં જોવા મળી રહ્યું છે કે એક બાઇક ચાલકની બાજુમાંથી સિંહણ પસાર થઇ રહી છે. ત્યારે કારમાં બેઠેલા શખ્સો દ્વારા આ 2 સિંહણ અને તેમના બચ્ચાઓ સાથે રોડ ક્રોસ કરતા વીડિયોમાં કેદ કરવામાં આવ્યા છે.


વાંચવા માટે અહીં ક્લિક કરો: અમરેલી: પાક નિષ્ફળ જતા યુવાન ખેડૂતનો ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટુકાવ્યું, પરિવાર બન્યો નોધારો


[[{"fid":"192391","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


આ અગાઉ પણ અમરેલીના રાજુલાના ધારેશ્વર નજીક 2 સિંહણ બે બચ્ચા સાથે દેખાઈ હતી. 2 સિંહણ સાથે બે બચ્ચા ખેતરમાં લટાર મારતા જોવા મળી હતી. આ સિંહણ અને તેના બે બાચ્ચાઓનો અજાણ્યા શખ્સ દ્વારા વીડિયો ઉતરાવામાં આવ્યો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારે સોશિયલ મીડિયામાં આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. આ વીડિયો ધારેશ્વર આસપાસ આવેલા વાડી વિસ્તારનો હોવાનું અનુમાન છે. ધારેશ્વર આસપાસ 2 સિંહણ અને 7 જેટલા સિંહબાળનો વસવાટ હોવાનું જાણવા મળ્યું છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...