અરવલ્લી : બે તાલુકા પંચાયત બેઠકમાં ભાજપ બિનહરીફ જાહેર થયું છે. કોંગ્રેસ ઉમેદવારના ફોર્મમાં સહી અને મેન્ડેટમાં નામમાં ભૂલ હોઈ ભાજપ ચૂંટણી વગર જ જીતી ગયું હતું. મેન્ડેટમાં 'રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ'ની જગ્યાએ 'રાષ્ટ્રીય સમિતિ' લખતા કોંગ્રેસ હાર્યું હતું. બાયડની લીંબ બેઠક ઉપર મંજુલાબેન અદેસિંહ ચૌહાણ વિજેતા બન્યા છે. બોરોલ બેઠક પર અરવિંદસિંહ કેશાજી ઝાલા વિજયી બન્યા છે. ૨૪ તાલુકા પંચાયત બેઠકમાંથી ભાજપે ૨ બેઠક કબ્જે કરી લીધી છે. ફોર્મ ચકાસણી દરમિયાન કોંગેસે ચૂંટણી પહેલા બે બેઠક ગુમાવી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

28 ફેબ્રુઆરી સુધી ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત્ત જો કે સમયમાં કરી દીધો ઘટાડો


જો કે બીજી તરફ ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં આજે ચકાસણી દરમ્યાન 61 ફોર્મ અસ્વીકાર થયા હતા. ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં 56 ફોર્મ માન્ય કરાયા હતા. ભાભર નગરપાલિકાના કુલ 117 ઉમેદવારી પત્રો ભરાયા હતા. હવે ચૂંટણી મેદાનમાં અપક્ષ, આમ આદમી પાર્ટી, ભાજપ અને કોગ્રેસ જ છે. 16 ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. 16 ફેબ્રુઆરી બાદ કોણ મેદાનમાં રહેશે તે ચિત્ર સ્પષ્ટ થશે. ભાભરમાં પાલિકાની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો આવ્યો છે. 


Gujarat Elections 2021 માં ટિકિટની પહેંચાણી મુદ્દે Congress માં કકળાટ યથાવત


અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ ચૂંટણી પહેલા જ એક પછી એક સીટો પર વિજય પ્રાપ્ત કરી રહ્યું છે. ક્યાંક કોંગ્રેસમાં આંતરિક અસંતોષ અને સંકલનનો અભાવ છે તો વળી ક્યાંય ફોર્મમાં કરેલી ભુલો તેના માટે જવાબદાર છે. જો કે વિવિધ કારણો અને કોંગ્રેસના આંતરિક વિખવાદના કારણે ફાયદો ભાજપને જ થઇ રહ્યો છે. ભાજપ યુદ્ધમાં ઉતર્યા પહેલા જ અનેક સીટો કબ્જે કરી ચુક્યું છે. ચૂંટણી થયા બાદ પરિણામો જે આવે તે પરંતુ હાલ તો ભાજપ જ 27 સીટો અધિકારીક રીતે અને અન્ય એક પછી એક જીતી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube