રક્ષિત પંડ્યા/રાજકોટઃ રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં એક બાદ એક કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આજ રોજ રાજકોટ ગ્રામ્યમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જે બંને પોઝિટિવ દર્દી અન્ય જિલ્લામાંથી રાજકોટ આવી હોમ ક્વોરોન્ટીન હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવી રહ્યું છે. રાજકોટ જિલ્લાના પડધરી ગામે એક 30 વર્ષીય મહિલા અને જેતપુરના દેવકીગાલોલ ગામે 54 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બંને દર્દીને અયસોલેશન વોર્ડમાં ખસેડી તેમની સાથે સંપર્કમાં રહેલ લોકોને ક્વોરોન્ટીન કરવા કામગીરી શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પડધરી તાલુકામાં કોરોનાની એન્ટ્રી 
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં આજ રોજ કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ગત 26મે ના રોજ મુંબઇથી રાજકોટ આવી બાદમાં પડધરીના મોવૈયા સર્કલ નજીક એપાર્ટમેન્ટમાં રહેતા 30 વર્ષીય મહિલાને સેલ્ફ ક્વોરોન્ટીન દરમિયાન કોરોના લક્ષણ જણાતા રિપોર્ટ કર્યા બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા આજ રોજ પડધરીમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ જાહેર થયો છે. હાલ આરોગ્ય વિભાગ દર્દીને હોસ્પિટલ ખાતે આયસોલેશન વોર્ડમાં ખસેડી તેમની સાથે સંપર્કમાં આવેલ લોકોની યાદી તૈયાર કરી તેમને ક્વોરોન્ટીન કરવા અને એપાર્ટમેન્ટ ને ક્વોરોન્ટીન કરવા અંગે કાર્યવાહી શરૂ કરી છે.


‘કોંગ્રેસ એક નેતા જાહેર કરે તો સારું, બે મોટા નેતાઓ વચ્ચે ભાજપના ત્રણેય નેતાઓ જીતી ગયા’


રાજકોટ ગ્રામ્યમાં 35 કેસ નોંધાયા
રાજકોટ શહેરમાં અત્યાર સુધી કોરોના વાયરસના 86 કેસ નોંધાયા છે. તો રાજકોટ ગ્રામ્યમાં અત્યાર સુધી 35 કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધી કુલ જિલ્લામાં 120 કેસ નોંધાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર