ભાવનગરમાં વધુ બે લોકો ડિસ્ચાર્જ, અત્યાર સુધી 18 લોકો થયા કોરોના મુક્ત
ભાવનગરમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 32 કેસ નોંધાયા છે. હાલ કુલ 9 એક્ટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.
ભાવનગરઃ ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 2272 કેસ નોંધાયા છે. તો 95 લોકોના મૃત્યુ પણ થયા છે. ભાવનગરમાં અત્યાર સુધી કોરોના વાયરસના 32 કેસ નોંધાયા છે. પરંતુ સૌથી મહત્વના વાત છે કે અત્યાર સુધી 18 લોકો રિકવર પણ થઈ ગયા છે. આજે વધુ બે લોકો ડિસ્ચાર્જ થયા છે. તો પાંચ લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
વધુ બે લોકો થયા ડિસ્ચાર્જ
ભાવનગર જિલ્લામાં કોરોના વાયરસથી વધુ બે લોકો ડિસ્ચાર્જ થયા છે. આમ અત્યાર સુધી કુલ 18 લોકો રિકવર થઈ ગયા છે. અત્યાર સુધી કુલ 32 કેસ નોંધાયા છે, જેમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે. આમ ભાવનગરમાં હવે કોરોના વાયરસના 9 એક્ટિવ કેસ છે. ભાવનગરમાં આજે 18 વર્ષીય કિશોર અયાન ઇમરાન શેખને સારવાર બાદ રજા આપવામાં આવી છે. તેને 14 એપ્રિલે દાખલ કરવામાં આવ્યો હતો. તો 23 વર્ષીય આદિલ ગનેજા પણ 14 તારીખે દાખલ થયો હતો. છેલ્લા 24 કલાકમાં તેના બે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ બંન્નેને રજા આપી દેવામાં આવી છે.
કોરોના વાયરસઃ ગુજરાતના ક્યા જિલ્લામાં કેટલા કેસ? જુઓ તમામ વિગતો
હાલ શું છે ભાવનગર જિલ્લામાં કોરોનાની સ્થિતિ
જિલ્લામાં અત્યાર સુધી કુલ 32 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં પાંચ લોકોના મોત થયા છે. તો 18 દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા છે. હાલ 9 એક્ટિવ દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.
શું છે ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ?
મંગળવારે સાંજથી બુધવારે સવાર સુધી ગુજરાતમાં કોરોના વાયરસના નવા 94 કેસ સામે આવ્યા છે. તો મૃત્યુઆંકમાં પાંચનો વધારો થયો છે. નવા 94 કેસની સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2272 પર પહોંચી છે. તો પાંચ લોકોના મૃત્યુની સાથે કુલ મૃત્યુઆંક 95 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં નવા 61 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોના પીડિતોની સંખ્યા 1434 પર પહોંચી છે. તો સુરતમાં કુલ કેસોની સંખ્યા 364, વડોદરામાં 207 અને રાજકોટમાં 41 પર પહોંચી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર