ઉદય રંજન/અમદાવાદ: સોલામાં આવેલ ચાણકપુરી વિસ્તારમાં નાગલેન્ડના યુવક પર હુમલોનો મામલો અમદાવાદ પુરતો સીમિત રહ્યો નથી. નાગલેન્ડના મુખ્ય પ્રધાને ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પત્ર લખી હુમલા અંગે નિંદા વ્યક્ત કરી હતી. જે મામલે ધંધાની હરીફાઈમાં હુમલો થયાનું પોલીસનું કહેવું છે. ત્યારે પોલીસે કાર્યવાહી કરી હુમલો કરનાર 3 લોકોની ધરપકડ કરી છે. ચાંદલોડિયામાં રહેતા અને મૂળ નાગલેન્ડના યુવક રવિમેઝો કેહેએ ત્રણ શખ્સો વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ધધાના હરીફાઈમાં હુમલાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

.ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલને પ્રમુખ બનાવવાના આ છે કારણો,કોંગ્રેસમાં ગુજરાતનું કદ વધશે


જેમાં ઘટનાની વિગતવાર વાત કરીએ તો ચાણક્યપુરી વિસ્તારમાં રવિમેઝો નામના યુવક વન સ્ટોપ નોર્થ ઇસ્ટ શોપ ફૂડ કામ કરે છે અને 4 જૂન રોજ સાંજના સમયે રવિમેઝો સાથે કામ કરતા મપૂયાંગર જમીર પર ત્રણ લોકોએ બેઝબોલ બેટના ફટકા મારી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પ્રતીક કનોજીયા, સોનું ઉર્ફે રોકડા ઓઝા અને મહાવીર ઉર્ફે હુક્કમ હંસોરાની સોલા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ તપાસ કરતા પકડાયેલ ત્રણેય આરોપી મટન દુકાન છે પરતું નાગલેન્ડ યુવકએ શરૂ કરેલી મટનની દુકાનમાં ગ્રાહક વધુ આવતા જ ધધાની હરીફાઈ થતાં જ ત્રણેય લોકોએ નાગલેન્ડ યુવક મારમારી ડરાવી ધમકાવી હુમલો કર્યો.


રાજકીય વર્તુળમાં મોટું વાવાઝોડું, શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા સુકાની


જોકે ઘટના બાદ નાગલેન્ડ યુવક મટન શોપ બંધ કરી દીધી હતી પરંતુ આ ઘટનાના પડઘા નાગલેન્ડ સુધી પહોંચ્યા હતા..કારણકે પ્રાંતવાદ લઈ આ યુવક પર હુમલો થયો હોવાની વાત સામે આવી હતી, પરંતુ પોલીસે આ વાત નકારી હતી અને કહ્યું હતું કે માત્ર ધધાની હરીફાઈ લઈ આ બનાવ બન્યો હતો. ત્યારે નાગલેન્ડના મંત્રીએ આ ઘટના લઈ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પત્ર લખી જાણ કરી હતી.


ચક્રવાતે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતના આ વિસ્તારોમા ભારે પવન સાથે વરસાદની આગાહી


નોંધનીય છે કે નાગલેન્ડ બે યુવકો છેલ્લા 12 વર્ષથી ગુજરાતમાં રહી વેપાર કરે છે અને કોઈ દિવસ પ્રાંતવાદ લઈ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોવાનું ઇનકાર કર્યો હતો.


સુરતના આર્ટિસ્ટે PM મોદીની તસવીર સોનાના ચમકથી ઝળહળી! લોકોમાં બની આકર્ષણનું કેન્દ્ર