કચ્છઃ કચ્છના સમુદ્રી વિસ્તારમાં માછીમારી કરવા દરમિયાન પાકિસ્તાનથી ભારતમાં ઘુસી જવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે બીએસએફે ભુજના હરામી નાળા વિસ્તારમાં બે પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા છે. આ સાથે ચાર હોડી પણ ઝડપી પાડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સવારે 8.30 કલાક દરમિયાન બીએસએફ ભુજની ટુકડી હરામી નાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમણે ક્ષૈતિજ ચેનલની પાસે પાકિસ્તાની માછલી પકડનારી હોડીની ચલચલ જોઈ હતી. ત્યારબાદ બીએસએફના જવાનો ત્યાં પહોંચ્યા હતા. ક્ષૈતિજ ચેનલમાં બે પાકિસ્તાની માછીમારો અને ચાર હોડી બીએસએફે કબજે કરી છે. 


જપ્ત કરાયેલી હોડીની તપાસ કરવામાં આવી હતી. જેમાં માછલી, માછલી પકડવાની ઝાળ અને માછલી પકડવાના સાધનો સિવાય કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી. હજુ આ વિસ્તારમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube