પ્રશાંત ઢીવરે/સુરત:સુરત શહેરના ભેસાણ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ પારસી વ્યક્તિની કરોડો રૂપિયાની 40 વીઘા જમીન ભૂમાફિયાઓ કબજે કરીને વેચવાના હતા ત્યારે તેમનો પર્દાફાશ થયો હતો. સાક્ષી સહિત પાંચ લોકો અસલ માલિક જેવા દેખાતા વ્યક્તિને રજૂ કરીને સબ રજિસ્ટ્રાર કચેરી દસ્તાવેજ કરવા માટે પહોંચ્યા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તારીખોમાં છે એલર્ટ! પરેશ ગોસ્વામીએ કહ્યું; 5 દિ' વરાપ, પછી સર્જાશે ભારે લો પ્રેસર


સુરતના ભેંસાણ ગામ પારસી ફળિયામાં રહેતા 72 વર્ષિય કુરૂષ રૂસ્તમજી પટેલની ભેંસાણના અલગ-અલગ બ્લોકમાં આવેલી કરોડો રૂપિયાની જમીનનો દસ્તાવેજ કરાવવા નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં હજીરા સબ રજીસ્ટ્રાર કચેરીમાં બે ભેજાબાજ ગયા હતા. પરંતુ કુરૂષ પટેલને શંકા હતી કે, પોતાની જમીન પચાવી પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જેથી તેમણે સબ રજીસ્ટ્રાર કચેરીમાં વાંધા અરજી કરી હતી. જેથી સબ રજીસ્ટ્રાર કચેરી દ્વારા તુરંત જ પોલીસને જાણ કરતા દોડી આવી હતી અને કુરૂષ પટેલનું નામ ધારણ કરી દસ્તાવેજ કરવા આવનાર ઝાકીર ગુલામઅલી નકવી અને સાક્ષીમાં સહી કરનાર એવા માસ્ટર માઇન્ડ મુકેશ મનસુખ મેંદપરાની ધરપકડ કરી હતી. જેઓને કોર્ટમાં રજૂકરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 


નવસારીમાં જળપ્રલય! બે નદીઓના વહેણથી કેમ સંકટમાં મૂકાયું માનવ જીવન? CM ખુદ રાખી રહ્યા


આ સમગ્ર મામલે ડીસીપી વિજય સિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ભેસાણ ગામની 40 વીઘા જમીન છે. વૃદ્ધ પારસીની આ જમીન છે. તેઓએ સબ રજિસ્ટ્રાર કચેરીમાં એક વાંધા અરજી કરી હતી. અરજીમાં જણાવ્યું હતું કે જો કોઈ મારી જમીન અંગે દસ્તાવેજ કરવા માટે આવે તો મને મોબાઈલ પર જાણ કરો. તેમની જમીન પર દસ્તાવેજ કરવા માટે જ્યારે ઈસમો આવ્યા ત્યારે વાંધા અરજી પ્રમાણે તેમને જાણ કરવામાં આવી હતી. જે લોકો દસ્તાવેજ કરાવવા માટે આવ્યા હતા અને તે લોકોમાંથી એક જે મૂળ માલિક તરફથી આવ્યો હતો તેનો નામ ઝાકીર હુસેન છે જે વેરાવલ ગીર સોમનાથનો રહેવાસી છે. તેની ઘટના સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. અન્ય જમીનદલાલ મુકેશ ની પણ ધરપકડ કરવામાં આવી છે જોકે ત્યાં હાજર પિયુષ શાહ અને અકબર નામના વ્યક્તિ પોલીસ પહોંચે તે પહેલા ત્યાંથી નાસી ગયા હતા. 


આ આગાહી તો સાચી પડી,હવે અંબાલાલની ફરી નવી આગાહી! જાણો ગુજરાત પર કયું મોટું સંકટ આવશે


સાથે તેઓએ જણાવ્યું હતું કે, જે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેની પૂછપરછ માં જાણવા મળ્યું છે કે આ લોકો માર્ચ એપ્રિલથી જ પારસી વૃદ્ધની આ જમીન ઉપર નજર રાખી હતી. તેઓએ પહેલા એક આવા વ્યક્તિની શોધ કરી છે જમીનના મૂળ માલિક જેવા દેખાતો હોય. આ ષડયંત્ર માં અકબર નામના વ્યક્તિએ મદદ કરી અને મૂળ વેરાવલના એક ઈસમને લઈ આવ્યો હતો જે મૂળ માલિક જેવો દેખાતો હતો. જે તે વ્યક્તિના નામ પરથી બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યો. ત્યાર પછી આધાર કાર્ડ, પાનકાર્ડ અને વોટર આઇડી બોગસ બનાવ્યો. તેઓએ આ જમીન સુરતમાં કોઈ અન્ય વ્યક્તિને વહેચી હતી પરંતુ કોઈ કારણસર સોદો કેન્સલ થતાં તે રકમ પરત કરી દીધી હતી.


W, W, W, W...ગજબનો રેકોર્ડ; 1 ઓવરમાં 5 વિકેટ, તમામ ફોર્મેટમાં હેટ્રિક, કોણ છે બોલર?


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તેઓએ અન્ય પાર્ટી સાથે ડીલ કરી આ માટે ફરીથી બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું. બે બેંકોમાં તેઓએ બોગસ ડોક્યુમેન્ટના આધારે એકાઉન્ટ ખોલાવ્યો હતો. 3 કરોડ 41 લાખ સામેવાળી પાર્ટી પાસેથી પોતાના બેંક એકાઉન્ટમાં રિસીવ પણ કરી લીધા. તેઓ 14 વીઘા જમીનનો દસ્તાવેજ કરાવવા જઈ રહ્યા હતા અને સબ રજિસ્ટ્રારની કચેરી પહોંચ્યા ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો. કુલ 40 વીઘા જમીન છે જેમાંથી 14 વીઘા જમીનનો સોદો તેવો કરવા જઈ રહ્યા હતા. આ સાથે અમે અન્ય પાસાઓની પણ તપાસ કરી રહ્યા છે. બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં અને પૈસા ટ્રાન્સફર કરવામાં કોઈ અન્ય વ્યક્તિની ભૂમિકા છે કે નહીં તે અંગેની પણ તપાસ કરવામાં આવશે.