સુરતઃ ગુજરાતમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યભરમાં અત્યાર સુધી 1851 કેસ નોંધાયા છે. તો કુલ 67 લોકોએ આ મહામારીમાં પોતાના જીવ ગુમાવ્યા છે. સુરતમાં કુલ 244 કેસ નોંધાયા છે. તો આજે બે લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અહીં કુલ 1200 જેટલા મામલા સામે આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં કોરોનાથી વધુ બે મૃત્યુ
સુરતમાં કોરોના વાયરસથી બે લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જિલ્લામાં કુલ મૃત્યુઆંક 12 પર પહોંચી ગયો છે. આજે એક 70 વર્ષીય પુરૂષ અને એક 80 વર્ષીય મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ બંન્ને દર્દી નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા. 


સુરતમાં નામદરવાજા વિસ્તારમાં સૌથી  વધુ દર્દી
સુરતમાં માનદરવાજા વિસ્તારમાં 70થી વધુ કેસ નોંધાયા છે. હાલ આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. એસઆરપી તથા સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


કોરોનાના મહા સંકટમાં અમદાવાદ, હજુ લોકો નહીં ચેતે તો સ્થિતિ બનશે વધુ ખરાબ  


ગુજરાતમાં કોરોનાના 1851 કેસ
આ 108 કેસના વધારા સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1851 પર પહોંચી ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ 1192 કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સુરતમાં 244, વડોદરામાં 181, રાજકોટમાં 38, ભાવનગરમાં 32 કેસ સામે આવ્યા છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...