મોરવા હડફના ડાંગરિયા ગામે શ્વાન કરડવાથી 7 વર્ષના બાળક અને એક વૃદ્ધાનું મોત
મોરવા હડફના ડાંગરિયા ગામે કુતરાનો આતંક સામે આવ્યો છે. આ ગામમાં કુતરુ કરડવાને કારણે બે લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. હકાયેલા કુતરાઓ ડાંગરિયા ગામના 7 લોકોને શિકાર બનાવ્યા હતા. જેમાંથી એક 7 વર્ષના બાળકનું અને એક વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે.
જયેન્દ્ર ભોઇ/પંચમહાલ: મોરવા હડફના ડાંગરિયા ગામે કુતરાનો આતંક સામે આવ્યો છે. આ ગામમાં કુતરુ કરડવાને કારણે બે લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. હકાયેલા કુતરાઓ ડાંગરિયા ગામના 7 લોકોને શિકાર બનાવ્યા હતા. જેમાંથી એક 7 વર્ષના બાળકનું અને એક વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે.
મોરવા હડફના ડાંગરિયા ગામમાં શ્વાન કરડવાને કારણે મોત બે લોકોના મોત થતા આરોગ્ય અધિકારે જણાવ્યું હતું કે, બંન્ને લોકોના મોત કુતરુ કરડવાને કારણે હડકવાથી મોત થયા છે. યોગ્ય વેક્સીન ન મળતા બંન્નેના મોત થયા હોવાનો ઉલ્લેખ આરોગ્ય વિભાગના અધિકારીએ કર્યો હતો. જ્યારે અન્ય 5 લોકોને યોગ્ય સારવાર આપાવાની આરોગ્ય વિભાગના અધિકારીએ ખાતરી આપી છે.
ગુજરાતના આ સ્થળે છે 1251 કિલો મરક્યુરીમાંથી બનેલુ વિશ્વનું એક માત્ર ‘શિવલિંગ’
બંન્ને મૃતકોના મોત થતા તેમના મૃતદેહને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા જેટલા કુતરાના શિકાર બનાવામાં આવ્યા તે તમામની તપાસ કરવામાં આવી રહી છે. શ્વાન કરડવાથી 7 વર્ષના બાળકનું મોત થવાને કારણે પરિજનોનો આક્રંદ જોવા મળ્યો હતો.
જુઓ LIVE TV :