ઉદય રંજન/અમદાવાદ: ઓનલાઇન ગેમિંગની લતે વધુ એક ગુનેગાર બન્યો છે. ઓનલાઇન ગેમિંગમાં લાખો રૂપિયા હારી જતા મોબાઈલ શો-રૂમના મેનેજરે પોતાના જ શો રૂમમાંથી મોબાઈલ અને રોકડ રૂપિયાની ચોરી કર્યાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. કંપનીના ઓડિટ સમયે ભાંડો ફૂટી જતા પોલીસ ફરિયાદ નોંધાતા મેનેજર સહિત બેની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શો-રૂમમાંથી જ 21 લાખથી વધુના 26 મોબાઇલ તેમજ 15 લાખથી વધુની રોકડની ચોરી
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે આવેલા દેવાર્ક મોલમાં આવેલી ફોનબુક મોબાઈલ શો-રૂમના મેનેજરની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી છે. મોબાઇલ શોરૂમમાંથી મોબાઇલ અને રોકડ રૂપિયાની ચોરીની ફરિયાદ કંપની દ્વારા નોંધાવવામાં આવી હતી. જે મામલે પોલીસે શોરૂમમાં મેનેજર તરીકે કામ કરતા જગદીશ ઉર્ફે જેડીની ધરપકડ કરી છે. મેનેજર જગદીશે છેલ્લા છ મહિનામાં શો-રૂમમાંથી જ 21 લાખથી વધુના 26 મોબાઇલ તેમજ 15 લાખથી વધુની રોકડ રૂપિયાની ચોરી ઓ કરી છે. તેને લઈને કંપની દ્વારા પોલીસ ફરિયાદ નોંધાતા સેટેલાઇટ પોલીસે મેનેજર જગદીશ ઉર્ફે જેડી ચૌહાણ અને રાજકુમાર નાયકની ધરપકડ કરી છે. 7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


શો-રૂમમાંથી ચોરીઓ કરવાનું નક્કી કર્યું
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શોરૂમ નો મેનેજર જગદીશ ઉર્ફે જેડી ચૌહાણ છેલ્લા છ માસ થી નોકરી કરતો હતો અને છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન ગેમ રમી રહ્યો હતો જેમાં તેને લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું. ઓનલાઇન ગેમિંગ ની લત ના કારણે મેનેજરે પોતાના જ શો-રૂમમાંથી ચોરીઓ કરવાનું નક્કી કર્યું હતું અને છેલ્લા છ મહિના દરમિયાન તેણે અલગ અલગ કંપનીના 26 જેટલા મોબાઈલ ઓ તેમજ સમયાંતરે રોકડા રૂપિયાની ચોરી ઓ કરી હતી. મેનેજર જગદીશ ચૌહાણ જ્યારે પણ ઓનલાઇન ગેમ માં રૂપિયા હારતો હતો ત્યારે ત્યારે તે મોબાઇલ અથવા તો રોકડની ચોરી કરી પૈસા ભરપાઈ કરતો હતો.


મેનેજર દ્વારા 26 જેટલા મોબાઈલ ફોનના ડુપ્લીકેટ બિલ રજૂ કર્યા
મોબાઈલ શોરૂમ કંપનીમાં જ્યારે ઓડિટ આવ્યું તે સમયે મેનેજર દ્વારા 26 જેટલા મોબાઈલ ફોનના ડુપ્લીકેટ બિલ રજૂ કર્યા હતા. તેમજ ઓનલાઇન ટ્રાન્સફર કરેલા રૂપિયા ના કોડ માં પણ છેડછાડ કરી હતી. તેને કારણે ઓડિટ સમયે શંકા જતા કંપની દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી. જેમાં મેનેજર દ્વારા ખોટા બિલ રજૂ કરી મોબાઇલ વેચાણ કર્યા હતા. તેમજ રોકડ રકમમાં પણ બે લાખ રૂપિયા ઓડિટ સમયે ઓછા હોવાનું સામે આવતા સમગ્ર ચોરી નો ભાંડો ફૂટ્યો હતો. જેના આધારે કંપની દ્વારા સેટેલાઈટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં કંપની ને ખ્યાલ આવ્યો કે માત્ર 2 લાખ ની ભૂલ નથી પણ આતો 40 લાખ થી પણ વધુ ની કિંમત થવા પામી છે.


શોરૂમ મેનેજર જગદીશ ઉર્ફે જેડી ચૌહાણની ધરપકડ
હાલ તો ફરિયાદને આધારે સેટેલાઈટ પોલીસે શોરૂમ મેનેજર જગદીશ ઉર્ફે જેડી ચૌહાણની ધરપકડ કરી છે. તેની સાથે પોલીસે રાજકુમાર નાયક નામના વ્યક્તિની પણ ધરપકડ કરી છે રાજકુમાર એ આ ચોર ના મોબાઈલ વેચાવામાં મદદ કર્યા નય ખુલ્યું છે. ત્યારે પોલીસ ને બંને આરોપીઓ પાસેથી નવ જેટલા મોબાઈલ તેમજ એક લાખ રૂપિયા રોકડા કબજે કર્યા છે. સમગ્ર કેસમાં મેનેજર દ્વારા બિલ વગરના ફોન કોને કોને આપવામાં આવ્યા છે તેમજ શો-રૂમનો અન્ય કોઈ કર્મચારી સમગ્ર કેસમાં સંડોવાયેલા છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.