ઉદય રંજન, અમદાવાદ: અમદવાદમાંથી એમડી ડ્રગ્સ સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ મુંબઇથી ટ્રાવેલ્સ બસમાં ડ્રગ્સનો જથ્થો લાવી રહ્યાં હતા. ત્યારે ટ્રાવેલ્સના કંડક્ટર પાસેથી જથ્થો મેળવ્યો હતો. 1.469 કિલો મેથા એમફેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. ગોવાના વ્યક્તિ પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવાયો હતો. મઝહર હુસેન તેજાબવાલા અને ઇમ્તિયાઝ હુસેનની કરી ધરપકડ કરવામાં આવી છે. જો કે, આરોપીના ઘરે સર્ચ કરતા એક પિસ્ટલ અને ત્રણ કારતુસ પણ મળી આવ્યા હતા. ત્યારે આ ઘટનામાં કુલ સાત લોકો સામે ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તુટ્યો, સપ્ટેમ્બરમાં સૌથી વધુ વરસાદ


ઉલ્લેખનીય છે કે, બુધવારે શાહજહાંથી સુરત આવી રહેલી એર ઇન્ડિયા (Air India)ની ફ્લાઈટમાં અનેક મુસાફરો સવાર હતા. કસ્ટમ ચેકિંગ કરાવ્યા બાદ મુસાફરો ટર્મિનલ બિલ્ડિંગની બહાર જઈ રહ્યા હતા. તે દરમિયાન કસ્ટમ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટને એક યાત્રી પર શંકા ગઈ હતી. આ યુવકની હિલચાલ તથા તેની ચાલવાની રીત કંઈક અલગ લાગતી હતી. પોતાના ગુપ્તાંગમાં તેણે કોઈ વસ્તુ છુપાવી હોય તેવું અજુગતુ લાગતું હતું. જેથી એર ઇન્ટેલિજન્સ યુનિટે યાત્રીને પૂછપરછ માટે અટકાવ્યો હતો.


આ પણ વાંચો:- રાજ્યના 215 તાલુકામાં વરસાદ, આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી


મુંબઈના ઉલ્હાસનગર ખાતે રહેતો મનોહર રોહરા નામના યાત્રીની શારીરિક તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન તેને ગુપ્તાંગના ભાગે કેપ્સુલ જેવો પદાર્થ છુપાવ્યો હોવાનું સામે આવ્યું હતું. મનોહરનું મેડિકલ પરીક્ષણ કરાયા બાદ ગુપ્તાંગમાંથી કેપ્સુલ કાઢવામાં આવી હતી. સોનાના બિસ્કીટને પીગળાવી તેને પેસ્ટ ફોમમાં ઢાળી દાણચોરી કરવામાં આવી હતી. કસ્ટમ વિભાગે 275 ગ્રામ સોનુ જપ્ત કર્યું હતું, જેની બજાર કિંમત 11 લાખ થાય છે. જોકે કસ્ટમ અને એર ઇન્ટેલિજન્સ યુનિટની સતર્કતાને કારણે દાણચોરો ઝડપાઇ રહ્યા છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...