Rajkot News રાજકોટ : ગુજરાતમાં આજે બે હચમચાવી દેતી ઘટના બની છે. ઘરકંકાસમાં બે પરિવારો હોમાયા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, જન્મ આપનારા માતાપિતા જ જાલીમ બન્યા છે. રાજકોટમાં એક માતાએ ઘરકંકાસથી કંટાળીને પોતાના જ 2 બાળકોને મોતને ઘાટ ઉતારી ગળાફાંસો ખાઇ લીધો છે. તો બીજી તરફ, દાહોદના ડુંગરીમાં એક પિતાએ પુત્ર અને પુત્રીની હત્યા કર્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાઓ અનેક સવાલો પેદા કરે છે કે, આખરે એવી તો શુ મજબૂરી કે માતાપિતા જ પોતાના સંતાનોને મારી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં માતાએ બે સંતાનોને મારી એસિડ પીધું 
રાજકોટમાં માસુમ દીકરા દીકરીની હત્યા કરી માતાએ આપઘાત કર્યો છે. ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકર નગરમાં આ ઘટના બની હતી. મનીષા પરમાર નામની મહિલાએ પોતાના 3 વર્ષના પુત્ર ભાર્ગવ અને 3 મહિનાની પુત્રી ઇશીતાને ગળા ટૂંપો દઈ પોતે પણ આપઘાત કર્યો. આ માટે તેણે પતિ સાગરનું અન્ય સ્ત્રી સાથે લફરૂ અને ત્રાસ જવાબદાર હોવાનું જણાવ્યું. મૃતક મનીષાએ આપઘાત કરતા પહેલા વિડીયો પણ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ચકચારી બનાવ બાદ માલવીયાનગર પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પતિ સાગર પરમારને પોલીસ સકંજામાં લીધો છે. 


ગુજરાતમાં પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરનારા ચેતજો, તમારી કરોડોની જમીન કોડીની બની જશે


નવી છોકરી આવી છે... લાળ ટપકાવીને પહોંચેલા સુરતના વેપારીને લલના પાસે બેસવુ ભારે પડ્યુ


દાહોદમાં પિતાએ બે સંતાનોને માર્યા 
તો અન્ય કિસ્સામાં, દાહોદના ડુંગરીમાં પિતાએ કરી પુત્ર અને પુત્રીની હત્યા કરી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘર કંકાસ અને સાસરીના ત્રાસથી કંટાળી પિતાએ તેના બંને સંતાનોની ગળુ દબાવી હત્યા કરી હતી. વહેલી સવારે બન્ને સંતાનનુ ગળુ દબાવી હત્યા કર્યા બાદ પોતે ઝાડ ઉપર લટકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પિતાએ 12 વર્ષીય બાળકી અને 7 વર્ષીય બાળકની હત્યા કરી હતી. પિતાએ  સ્યુસાઈડ નોટ લખી બન્ને બાળકોની હત્યા કરી આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. લીમડી પોલીસે આરોપી પિતાની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. બંને બાળકોના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે ખસેડાયા છે. 


ગુજરાતમાં ચોમાસું વહેલુ આવશે કે મોડું, આવી ગઈ એકદમ સચોટ આગાહી


કેનેડામાં પહોંચીને આ રીતે છેતરાય છે ગુજરાતીઓ, ભારતીયો જ ભારતીયોને લૂંટે છે