ઝી મીડિયા બ્યૂરો: 'મા'ની મમતા વિશે અનેક કવિઓએ નિર્મળ હદયથી લખ્યુ છે. કહેવાય છે કે, 'મા તે મા બીજા વગડાના વા'. આવું એટલા માટે કહેવાય છે કારણ કે દીકારાઓ માટે માતાનો પ્રેમ સૌથી અમુલ્ય હોય છે, જેની સરખામણી કોઈની સાથે ન થઈ શકે. પરંતુ આજના ઘોર કળિયુગમાં દીકરાઓને માતાના આ અમુલ્ય પ્રેમનું કોઈ મહત્વ રહ્યું નથી. આવો જ એક કિસ્સો ભાવનગર શહેરમાં બન્યો છે. જ્યાં બબ્બે દીકરા હોવા છતાં તેમની વૃદ્ધ માતા ભીખારી જેવી હાલતમાં મળી આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર શહેરના એક અંધ વૃદ્ધ મહિલા રોડ પર ભીખ માંગતા મળી આવ્યા હતા. આ વૃદ્ધ અંધ મહિલાને એક વ્યક્તિ શહેરના જવાહર મેદાન પાસે લઈ ગયો અને ત્યાંથી તેણે ભાવનગર હેલ્પ લાઈન 181 પર કોલ કર્યો અને 181 ની ટીમને ફોન પર માહિતી આપતા કહ્યું કે અહીં એક અંધ મહિલા રસ્તા પર બેઠા છે અને કંઈ બોલતા નથી. ત્યારબાદ 181 ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મહિલા સાથે વાત કરી હતી.


વરસાદે લોકોના હાલ કર્યા બેહાલ, અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ


181 ની ટીમ દ્વારા તમે અહીં કેવી રીતે આવ્યા? તમને કોણ મુકી ગયું? તમે ક્યાં રહો છો? વગેરે પૂછપરછ કરી હતી. જેના જવાબમાં ભાવુક થઈ મહિલાએ કહ્યું હતું કે, જે તેમને ભીખ માંગવા તરછોડી ગયો હતો તે તેમના દીકરા જ હતા! વૃદ્ધ મહિલા ભીખ માંગીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. વૃદ્ધ મહિલાએ જણાવ્યું હતું કે, તેમની પાસે પૈસા હોય ત્યારે તેમના દીકરા તેમને સાચવતા હતા. પરંતુ જ્યારે પૈસા ખાલી થઈ જાય ત્યારે ગમે ત્યાં રસ્તામાં મુકી આવતા હતા.


નવરાત્રિ માટે ખેલયાઓ તૈયાર, શેરી ગરબામાં આકર્ષણનું કેન્દ્ર બનશે આ ભારે ભરખમ પાઘડી


જો કે, 181 ની ટીમે વૃદ્ધ મહિલાને તેમની દીકરીના ઘરે મુકી આવ્યા હતા. જ્યારે દીકરીએ પોતાના પરિવાર અંગે જણાવતા કહ્યું કે, તેના બે ભાઈઓ છે જે વારંવાર મારી માતાને ગમે ત્યાં મુકી આવતા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube