ઉમેશ પટેલ/ વલસાડ: વલસાડ જિલ્લામાં (Valsad) પણ કોરોનાનો કહેર ફરી વખત શરુ થયો હોય તેવું લાગી રહ્યું છે. આજે વલસાડના એક ટ્યુશન ક્લાસમાં (Tuition Class) અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ (Students Corona Positive) આવતા ચકચાર મચી ગઇ છે. આ પોઝિટિવ (Corona Positive) વિદ્યાર્થીઓમાં એક વિધાર્થિની અને એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. જેઓ એક જ ટ્યુશન ક્લાસ અને વલસાડના અતુલની એક જાણીતી સ્કૂલમાં અભ્યાસ કરતા હોવાથી સ્કૂલના અન્ય વિદ્યાથીઓ (Students) અને શિક્ષકોની (Teachers) સાથે વાલીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીલ્લાની શૈક્ષણિક સંસ્થાના (Educational Institution) વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ (Students Corona Positive) આવતા જિલ્લા વહીવટીતંત્ર સાથે આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. વલસાડના (Valsad) એક ટ્યુશન ક્લાસમાં (Tuition Class) અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણો જણાતા તેમના તબીબી તપાસ કરી અને ટેસ્ટ (Corona Test) કરવામાં આવ્યો હતો. જેમાં બંનેને કોરોનાના લક્ષણો જણાયા હતા. આથી જિલ્લા આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા પોઝિટિવ વિદ્યાર્થીઓની (Students) ટ્રાવેલ હિસ્ટ્રી અને કોન્ટેક્ટ હિસ્ટ્રી તપાસવામાં આવતાં કોરોના પોઝિટિવ (Corona Positive) આવેલી એક વિદ્યાર્થિનીના પરિવારમાં વડોદરાથી એક સંબંધી આવ્યા હતા.


આ પણ વાંચો:- યુવતી કેનાલમાં કૂદી આપઘાત કરે તે પહેલા જાણો દેવદૂત બની કોણ આવ્યું, હાથ પકડી બચાવ્યો જીવ


જેઓ થોડા દિવસ રહી અને પરત વડોદરા (Vadodara) ગયા હતા. જ્યાં વડોદરામાં તેઓએ તપાસ કરાવતા તેઓનો રિપોર્ટ પોઝિટિવ (Corona Positive Report) આવ્યો હતો. આથી તેમના સંપર્કમાં આવતા વિદ્યાર્થીની પણ કોરોના સંક્રમિત થઈ હોવાનું મનાઈ રહ્યું છે. જેની સાથે સંપર્કમાં આવનાર અન્ય વિદ્યાર્થી પણ કોરોના પોઝિટિવ (Students Corona Positive) આવ્યો છે. આમ એક જ ટ્યુશન ક્લાસ અને એક જ શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે (Health Department) સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ વિદ્યાર્થીઓની સાથે શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા અન્ય સાથી 41 વિદ્યાર્થીઓની અને તેમના પરિવારની તબીબી તપાસ માટે પણ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે તૈયારીઓ શરૂ કરી છે.


આ પણ વાંચો:- સુરતમાં વિસ્ફોટક સ્થિતિ, 4 લાખ લોકો ક્વોરેન્ટાઈનમાં, રસી લીધા બાદ 3 ઈજનેરોને કોરોના


ટ્યુશન ક્લાસને હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે. મધ્યપૂર્વ છે કે રાજ્યમાં કોરાનો કહેર ઓછો થતાં રાજ્યના અન્ય વિસ્તારોની સાથે વલસાડ જિલ્લામાં પણ ધીરે ધીરે સૈક્ષણિક સંસ્થાઓ શરૂ થઈ હતી. શાળાઓ પણ શરૂ થઈ રહી છે. એવા સમયે જિલ્લામાં પ્રથમ વખત શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા વલસાડ જિલ્લા વહીવટીતંત્ર સાથે આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. આરોગ્ય વિભાગે આ મામલે જરૂરી તમામ કાર્યવાહી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube