જામીલ પઠાણ, છોટા ઉદેપરુ: છોટાઉદેપુર જિલ્લામાં એક લગ્નની ખુશી અચાનક જ માતમમાં ફેરવાઇ ગઇ હતી. લગ્નમાં વાગી રહેલા શરણાઇનાં શૂર બંધ થઇ ગયા હતા. લગ્ન તો થઇ ગયા પરંતુ વરરાજા કન્યાને લીધા વિના પરત ફર્યો હતો. સોળ શણગારમાં સજેલી કન્યાની વિદાય થઇ શકી ન હતી. વિદાય વેળાએ જ અચનાક ફાયરિંગ થયું અને ફાયરિંગમાં ગામની બે મહિલાઓને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાને પગલે જાનૈયાઓમાં ભગદડ મચી જવા પામી હતી. વરરાજા પણ કન્યાને સાથે લીધા વિના જ રવાના થઇ ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019 : કોંગ્રેસ દ્વારા રાજ્યની 6 બેઠક માટેના ઉમેદવાર કરાયા જાહેર


રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર ગણાતા છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ગામે આદિવાસી પરિવારનાં એવા કુતરીયાભાઇ રાઠવાની દીકરીના લગ્ન હતા. ગામ આખું લગ્નની ખુશીમાં મગ્ન હતું. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ દીકરીના વિદાયના સમયે જ અચાનક ધડાકાનો અવાજ થયો અને ત્યારબાદ લગ્ન મંડપમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લગ્ન મંડપમાં વાગતા શરણાઇના શૂર બંધ થઇ ગયા હતા.


વધુમાં વાંચો: અમદાવાદમાં 1 કરોડની ચલણી નોટો સાથે બે વ્યક્તી પકડાઈ


વિદાય સમયે કન્યાને રડતી જોઇ આવેશમાં આવી ગયેલા ગામનાજ માજી સૈનિક અજૂન રાઠવાએ હવામાં ફાયરિંગ કર્યું હતું. જોકે, ત્યારબાદ અચાનક અર્જૂન રાઠવાના હાથમાંથી બંધૂક છૂટવી ગામના જ અન્ય યુવાન જુવાનસિંહ રાઠવાએ આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. બાર બોરની બંધૂક દ્વારા કરાયેલ ફાયરિંગમાં ગામની જ 2 મહિલાઓને ગોળી વાગી હતી.


[[{"fid":"208099","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


વધુમાં વાંચો: ચાલતી કારમાં કોલસેન્ટર ચલાવતા ચાર આરોપીની સાઈબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ


જેમાં 35 વર્ષીય મેથલીબેનને ગુપ્તાંગના ભાગે વાગેલી ગોળી આરપાર થઇ ગઇ હતી. જેમાં મેથલી રાઠવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની હતી. અચાનક થયેલા ફાયરિંગને લીધે જાન પણ કન્યાને લીધા વિના રવાના થઇ ગઇ હતી. તો બીજી તરફ ઇજાગ્રસ્ત બંને મહિલાઓને 108 દ્વારા છોટાઉદેપુર લઇ જવાઇ હતી. 


વધુમાં વાંચો: વડોદરામાં ડ્રેનેજની સફાઈ કરતો રોબોટ જોવા મળે તો નવાઈ પામતા નહીં...


ગંભીર રીતથી ઇજાગ્રસ્ત મેથલીબેનને ગુપ્તાંગના ભાગે વાગેલી ગોળીના છરા આરપાર થઇ ગયા હતા. જેથી વધુ સારવાર માટે તેને વડોદરા ખસેડવામાં આવી હતી. જ્યાં તે જીવન મરણવચ્ચે ઝોલા ખાઇ રહી છે. તો ઘટનાના પગલે પોલીસે માજી સૈનિક સહીત બંને સામે ગુનો નોંધી મહિલાઓ પર ફાયરિંગ કરનાર યુવાન જુવાનસિંહને ઝડપી લીધો છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...