અમદાવાદમાં 1 કરોડની ચલણી નોટો સાથે બે વ્યક્તી પકડાઈ

પોલીસે સીજી રોડ પરથી બાતમીના આધારે એક્ટીવા પર જતા બે વ્યક્તિઓને બાતમીના આધારે અટકાવીને તપાસ કરતાં તેમની પાસેથી આટલી મોટી રોકડ રકમ મળી આવી, આઈટી વિભાગને જાણ કરવામાં આવી 

અમદાવાદમાં 1 કરોડની ચલણી નોટો સાથે બે વ્યક્તી પકડાઈ

ઉદય રંજન/અમદાવાદઃ અમદાવાદમાં પીસીબીએ સીજી રોડ પરથી બાતમીના આધારે રૂપિયા એક કરોડની ચલણી નોટો સાથે બે વ્યક્તિઓને ઝડપી લીધા છે. મોડી રાત્રે એક્ટીવા પર જઈ રહેલા બે વ્યક્તિને બાતમીને આધારે અટકાવીને તેમની ઝડતી લેતાં પોલીસ પણ આટલી મોટી રકમ જોઈને ચોંકી ગઈ હતી. પોલીસે આ અંગે ઈન્કમ ટેક્સ વિભાગને પણ જાણ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પીસીબીને બાતમી મળી હતી કે સીજી રોડ પર મોટી રકમની હેરાફેરી થવાની છે. આથી, પોલીસે વોચ ગોઠવીને નિશાંત પટેલ અને અન્ય એક વ્યક્તિને ઝડપીને તપાસ કરતાં તેઓની પાસેથી રૂપિયા 500ના દરની 90 લાખ અને 100ના દરની દસ લાખ રૂપિયાની નોટો મળી આવી હતી. પોલીસનું કહેવું છે, કે આ નાણા હરીકેશ પટેલ નામના વ્યક્તિના હતા અને તેણે નિશાંત પટેલને બેન્કમાંથી ઉપાડવા માટે કહ્યું હતું.

હરીકેશ પટેલ આઈ.એસ.એસ.કે ટ્રેડિંગ કંપની ચલાવે છે. ઉપરાંત ગોપાલ અંબાલાલ આંગડિયા પેઢી પણ ચલાવે છે. જોકે આ રૂપિયા કોના હતા અને ચૂંટણીના સંદર્ભમાં ક્યાંય ઉપયોગ કરવાનો હતો કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની જાણ ઇન્કમ ટેક્સ વિભાગને કરતા ઈન્કમટેક્સ વિભાગે પણ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news