મહેસાણાઃ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામે એક દુર્ઘટના ઘટી છે. અહીં તળાવમાં નાહવા સમયે વીડિય બનાવી રહ્યાં હતા. વીડિયો બનાવતા સમયે બંને યુવકો અચાનક પાણીમાં ડૂબી ગયા હતા. પાણીમાં ડૂબી જતાં બંને યુવકોના મોત થયા છે. હાલ બંનેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તરવૈયાઓએ એક કલાકની મહેનત બાદ બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા. તહેવાર સમયે આ ઘટના બનતા ડભોડા ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube