મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલના ફેસબુક પેજ પર અજાણ્યા શખ્સે હોસ્પિટલ બંધ થવા અંગેની પોસ્ટ મુકતા ખળભળાટ મચી ગયો હતો. જોકે આ અંગે હોસ્પિટલ સત્તાવાળાને જાણ થતા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. યુ.એન મહેતા હોસ્પિટલમાં ફરજ બજાવતા નેટવર્ક એન્જીનિયરે આ મામલે ફરિયાદ નોંધાવતા ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે, પોસ્ટમાં એવું લખાણ લખવામાં આવ્યું છે જેનાથી લોકો ગેરમાર્ગે દોરાઈ શકે છે. એટલું જ નહીં પણ હોસ્પિટલ પણ બંધ થવાનો પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 22 કેસ, 14 રિકવર, એક પણ મોત નહી


તાત્કાલિક પોલીસે આરોપીને ઝડપી લેવા ટેકનીકલ રિસોર્સનો ઉપયોગ કરી આરોપીની ધરપકડ કરી હતી. જોકે પકડાયેલ આરોપી અન્ય કોઈ નહિ પણ ડોકટર જ નીકળ્યો. જે આરોપીનું નામ રોનક શાહ મૂળ હિંમતનગરનો હોવાનું સામે આવ્યું હતું. જોકે હાલ સાઇબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરીને પુછપરછ હાથ ધરી હતી. ડોક્ટર આરોપી નિકળતા થોડા સમય માટે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આટલો ભણેલો ગણેલો માણસ આવું શા માટે કરી રહ્યો છે તે જાણવા માટે પોલીસે પુછપરછ આદરી હતી. 


સુરતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સી.આર પાટીલ મુદ્દે શાબ્દિક ટપાટપી, રાજકારણમાં ભારે ગરમાવો


પૂછપરછ સામે આવ્યું કે, આરોપી એ વર્ષ 2014 માં બી.જે મેડિકલ કોલેજ ખાતેથી ડી એમ કડિયોલોજીની ડીગ્રી મેળવી હતી. ડિસેમ્બર 2014 થી 10 માર્ચ 2016 સુધી બી જે.મેડિકલ કોલેજમાં આસી. પ્રોફેસર તરીકે ફરજ બજાવી ચુક્યો હતો. જ્યારે 2014 થી તે ફેસબુક પર હોસ્પિટલનું પેજ ક્રીએટ કરી હોસ્પિટલના ડાયરેકટરનો મોબાઈલ નંબર અને ઇ મેઇલ આઇડી રાખીને ફેસબુક પેજનો ઉપયોગ કરતો હતો. જો કે તેણે આ પોસ્ટ ક્યાં કારણોસર મૂકી છે તે અંગે સાયબર ક્રાઇમ એ વધુ તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube