સુરતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સી.આર પાટીલ મુદ્દે શાબ્દિક ટપાટપી, રાજકારણમાં ભારે ગરમાવો
Trending Photos
સુરત : ગુજરાતમાં ભાજપની સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા રાખવા માટે મુખ્યમંત્રીઓના ચહેરા બધી રહી છે. રૂપાણીને બદલે હવે પાટીદારોને ખુશ કરવા માટે પાટીદાર સમાજના મુખ્યમંત્રી બનાવ્યા છે. આ બધા ફેરફારો કરવાનો ઠેકો તો તમારા શહેરના ડોને લીધો છે. આ પ્રકારની વાતો મંચ પરથી કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કરી હતી. જેના કારણે ગુજરાતમાં રાજકીય વિવાદ વધારે વકરે તેવી શક્યતા છે. અત્રે નોંધનીય છે કે, સી.આર પાટીલને અગાઉ આપ દ્વારા બુટલેગર ગણાવવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસે હવે ડોન કહ્યા છે.
પુણા વિસ્તારમાં યોજાયેલા એક કાર્યક્રમમાં લોકોને સંબોધતા કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્માના નિશાના ઉપર પાટીલ આવ્યા હતા. તેમણે સી.આર.પાટીલને આડકતરી રીતે સુરત શહેરના ડોન ગણાવી દીધા હતા. જેને લઈને થોડા સમય માટે ઉપસ્થિત તમામ કોંગ્રેસના નેતાઓ અને હાજર લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. રઘુ શર્માએ સી આર પાટીલનું નામ લીધા વગર તેમને ગર્ભિત રીતે ડોન કહેતા ઉપસ્થિત તમામ લોકો તેમનો ઇશારો સમજી ગયા હતા.
રઘુ શર્માની સી.આર.પાટીલ ઘરમાં આવીને એક પ્રકારનો પડકાર ફેંકતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુરત શહેરના હોવાથી રઘુ શર્માએ ભાજપમાં થતા ઉલટફેર માટે સી.આર.પાટીલ તરફ ઈશારો કર્યો હતો. સરકારના તમામ ચહેરાઓ બદલવાનો ઠેકો લીધો હોય તેવું તેઓ કહી રહ્યા છે. તેમનું આ નિવેદન રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સી આર પાટીલની લોન સાથે થયેલી સરખામણી કોંગ્રેસ જ નહીં ભાજપમાં પણ ગણગણાટ શરૂ થયો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી દ્વારા ભારતના પ્રદેશ અધ્યક્ષ ઉપર કરેલા શાબ્દિક પ્રહાર ને કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે.
જો કે આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપે જણાવ્યું કે, અમારા પ્રદેશ પ્રમુખ જે હોય તે પરંતુ અમને સફળતા અપાવી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ સુરતમાં 0માં સમેટાઇ ગઇ એટલે કોંગ્રેસે હાલ તો પોતાના ડુબી રહેલા પક્ષ પર ધ્યાન આપવું જોઇએ. વિરોધી પક્ષનાં પ્રદેશ પ્રમુખનાં બદલે પોતાના ઇતિહાસ બની રહેલા પક્ષ પર ધ્યાન આપવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે