‘#AmdavadGives’ અને ઉબેરની આ ઝૂંબેશને તમે કરશો સલામ
અમદાવાદની કોઈપણ વ્યક્તિ ઉબર એપ્પમાં જઈને AmdavadGives આઈકોન ક્લિક કરતાં ઉબર કાર આવીને વિનામૂલ્યે સામગ્રી લઈ જવામાં આવી હતી. આ એક્ત્ર થયેલી ચીજોને ત્યારબાદ અલગ કરીને તથા છૂટી પાડીને અમદાવાદ અને તેની આસપાસના વંચિત લોકોમાં તેનું વિતરણ કરશે.
અમદાવાદ : વંચિત અને જરૂરિયાત મંદ લોકોને દાન આપવા માટેના દ્વાર ખોલીને રાઉન્ડ ટેબલ ઈન્ડિયા (આરટીઆઈ) નામના 18 થી 40 વર્ષના યુવાનોના બિન રાજકિય અને ધર્મ નિરપેક્ષ સંગઠને ‘#AmdavadGives’ નામની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં દાન આપેલી ચીજોના એકત્રીકરણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઝૂંબેશ હેઠળ અમદાવાદમાંથી 500 પીક-અપ વાહનો દ્વારા એક જ દિવસે સામગ્રી એકત્ર કરવામાં આવી હતી.
આ સામાજીક ઉદ્દેશના પાર્ટનર તરીકે ઉબર તેમના પીક-અપ વાહનો દ્વારા રવિવારે સવારે 10 થી સાંજના 5 સુધી દાન આપેલી સામગ્રી એકત્ર કરવામાં આવી હતી. અમદાવાદની કોઈપણ વ્યક્તિ ઉબર એપ્પમાં જઈને AmdavadGives આઈકોન ક્લિક કરતાં ઉબર કાર આવીને વિનામૂલ્યે સામગ્રી લઈ જવામાં આવી હતી. આ એક્ત્ર થયેલી ચીજોને ત્યારબાદ અલગ કરીને તથા છૂટી પાડીને અમદાવાદ અને તેની આસપાસના વંચિત લોકોમાં તેનું વિતરણ કરશે.
રક્તદાનની વાત હોય, અનાજની વાત હોય કે સામાજીક ઉદ્દેશ માટે નાણાંનું દાન કરવાનું હોય કે જ્યારે કશુંક આપવાની વાત આવે છે ત્યારે ગુજરાત એક મજબૂત સામુદાયિક ભાવનામાં કોઈનાથી પણ ઓછું ઉતરતુ નથી. રાઉન્ડ ટેબલ ઈન્ડિયાના પ્રવક્તા જણાવે છે કે "આ ઝૂંબેશનો ઉદ્દેશ અમદાવાદીઓ દ્વારા એક જ દિવસે જૂની અથવા તો ઓછી વપરાયેલી ઘર વપરાશની ચીજો એકત્ર કરવામાં જોડવાનો છે."
કોર્પોરેટ ગૃહો સાથે જોડાણ કરીને કર્મચારીઓ પાસેથી દાન એકત્ર કરવામાં આવ્યું હતું. તેમાં ઝાયડસ કેડિલા, એમરલ્ડ મોટર્સ તથા અન્યનો સમાવેશ થાય છે. અન્ય સહયોગીઓમાં ઝેડબ્લૂ, ડેંગીડ્મ્સ, કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ, ગુલમહોર ક્લબ, બેલવેદરે ક્લબ, ગ્વાલિયા સ્વીટ, એડોર બિલ્ડર્સ વગેરેનો સમાવેશ થાય છે.
રાઉન્ડ ટેબલ ઈન્ડિયા એ સમાન ઉદ્દેશ અને હેતુઓ ધરાવતું જૂથ છે, જે વિવિધ વ્યવસાય અને પ્રોફેશન ધરાવતા લોકોનું બનેલું છે. છેક 1998થી 'ફ્રીડમ થ્રુ એજ્યુકેશન' કાર્યક્રમ હેઠળ રાઉન્ડ ટેબલ ઈન્ડિયાએ દેશભરમાં 2,588 શાળાઓમાં 6,189 વર્ગખંડો બાંધવામાં સહાય કરી છે, જેમાં રૂ.244.65 કરોડનો ખર્ચ થયો છે અને આ દ્વારા 6.80 મિલિયન બાળકોને લાભ થયો છે.
તમે શું દાન કરી શકો?
-કપડા, પગરખાં, ચાદરો અને હેન્ડબેગ્ઝ
-ક્રોકરી, કટલરી, ઉપકરણો અને વાસણો
-પુસ્તકો, સ્ટેશનરી, રમતગમતનાં સાધનો, બોર્ડ ગેમ્સ, રમકડાં અને શાળા માટેની ચીજો