ઝી બ્યુરો/સુરત: મેટ્રો સિટી બની ગયેલા હું સુરતમાં મોબાઈલ ચોરીના કિસ્સા મોટી સમસ્યા થઇ ગઇ છે અને આ ગોરખધંધો કરનારાઓનું મોટુ નેટવર્ક છે. આ ધંધો ફેલાવા પાછળનું મોટું કારણ એ પણ છે કે મોબાઈલ ચોરો તો પકડાય છે પરંતુ આ ચોરીના મોબાઈલનો વેપાર કરનાર હજી સુધી પોલીસના હાથે લાગતા નથી. ઉધના પોલીસે પહેલી વખત મોબાઈલ ચોરને પકડી પાડી આ ચોરીના મોબાઈલ ખરીદનારને ત્યાં રેઈડ કરી હતી અને તેની પાસેથી 43 જેટલા મોબાઈલ મળી આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાતમીના આધારે પોલીસે આખો કાંડ શોધ્યો
શહેરમાં લાંબા સમયથી રેલ્વેમાં મુસાફરી કરતા પેસેન્જરોની નજર ચૂકવી મોબાઇલ ચોરીના કેસ વધવા પામ્યા છે. આ મોબાઈલ ચોરને પકડવા માટે પોલીસ કમિશનરની સૂચના બાદ ઉધના પીઆઈ એસ.એન.દેસાઇએ તેમની ટીમને કામે લગાડી હતી. દરમિયાન પીએસઆઈ એસ.વી.ચૌધરી અને તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પીર ઉર્ફે પીરૂ ઉર્ફે બચકુન્ડા મહંમદ સઇદ શેખ ને ચોરીના 5 મોબાઇલ સાથે પકડી પાડ્યો હતો. તેના કમરૂનગર ટેનામેન્ટના મકાનમાંથી 8 મોબાઈલ મળી આવ્યા હતા. 


આરોપીની પુછપરછમાં મોટો ખુલાસો
આરોપીની વધારે પુછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી. તેણે ચોરેલા મોબાઇલ વર્ષાબેન પ્રિતમભાઇ વસાવાને વેચેલા છે. આ મોબાઇલ વર્ષાએ તેની સાથે લીવ-ઇન રિલેશનમાં રહેતા સંતોષભાઈ બાબુભાઇ ગાયકવાડને આપ્યા હતા. પોલીસે આરોપી વર્ષાબેન પ્રિતમભાઇ વસાવા તથા સંતોષભાઇ બાબુભાઇ ગાયકવાડને તેમના મકાનમાંથી ચોરીના મોબાઈલ સાથે પકડ્યા હતા. 


43 મોબાઈલ કબ્જે લઈ 12 ગુનાઓ ઉકેલવામાં સફળતા
ત્રણેય આરોપીઓ પાસેથી 2.85 ના 43 જેટલા મોબાઈલ કબ્જે કર્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન તેઓએ કબ્લાદ કરી હતી કે ટ્રેન તેમજ બસમાં ભીરબારનો લાભ ઉઠાવીને તેઓ મોબાઇલની ચોરી કરતા હતા અને ત્યારબાદ આ જ મોબાઈલ અન્ય શખ્સને સસ્તા ભાવે વેચી મારતા હતા હાલ તો સમગ્ર બનાવને લઈને પોલીસે બાર જેટલા ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી છે.