ઉડતા ગુજરાત : 7 કિલો ગાંજા સાથે ઝડપાયો શખ્સ, આટલો જથ્થો ક્યાંથી આવ્યો? મોટો પ્રશ્ન
બાવળાના ઇન્દિરાનગર પાસેથી ગાંજાના જથ્થા સાથે અમદાવાદ ગ્રામ્ય SOGએ એક શખ્સની ધરપકડ કરી છે. પડકાયેલ આરોપી પાસેથી અંદાજે સાત કિલો જેટલો ગાંજાનો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે 68 હજારની કિંમતના ગાંજાનો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આરોપી ઈમ્તિયાઝ ખલીફા છેલ્લા ઘણા સમયથી બાવળા વિસ્તારમાં ગાંજાનો જથ્થો લાવી પડીકી બનાવીને વેચતો હતો.
મૌલિક ધામેચા/અમદાવાદ: બાવળાના ઇન્દિરાનગર પાસેથી ગાંજાના જથ્થા સાથે અમદાવાદ ગ્રામ્ય SOGએ એક શખ્સની ધરપકડ કરી છે. પડકાયેલ આરોપી પાસેથી અંદાજે સાત કિલો જેટલો ગાંજાનો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે 68 હજારની કિંમતના ગાંજાનો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આરોપી ઈમ્તિયાઝ ખલીફા છેલ્લા ઘણા સમયથી બાવળા વિસ્તારમાં ગાંજાનો જથ્થો લાવી પડીકી બનાવીને વેચતો હતો.
સુરત: દેહવ્યાપારના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ, બાંગ્લાદેશી યુવતીને છોડાવવામાં આવી
આ અંગે ગ્રામ્ય પોલીસને ચોક્કસ માહિતી મળતા આરોપી ઈમ્તિયાઝ ખલીફાના ઘરે રેડ કરી ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. હાલ બાવળામાં અંગે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી કેટલા સમયથી ગાંજો વેચી રહ્યો હતો. આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો તે અંગે પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube