અતુલ તિવારી/અમદાવાદ: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા થોડા સમય અગાઉ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. અધ્યાપકોની ભરતીમાં 200 પોઈન્ટ રોસ્ટર પ્રણાલીના બદલે 13 પોઈન્ટ રોસ્ટરની પ્રણાલી લાગુ કરવાના આ પરિપત્ર બાદથી અધ્યાપકોની ભરતીમાં વિષય પ્રમાણે રોસ્ટર પ્રથાનો અમલ કરવાનું નક્કી કરાયું છે. આ પરિપત્ર સામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે વિવાદ ઊભો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત રાજ્ય એસસી એસટી અધ્યાપક મંડળ દ્વારા અમદાવાદમાં આવેલા ગૂજરાત વિદ્યાપીઠ ખાતે મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું. જેમાં વિવિધ યુનીવર્સીટીઓમાંથી આચાર્યો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા બહાર પાડવામાં આવેલા 13 પોઈન્ટ રોસ્ટરની પ્રણાલીનો વિરોધ દર્શાવી આ પદ્ધતિને OBC-SC/ST હોવાનો દાવો કર્યો હતો.


યુજીસીએ વર્ષ 2006માં ગાઇડ લાઇન બહાર પાડી હતી. જેમાં કુલ જગ્યાઓ પર બંધારણીય જોગવાઇ પ્રમાણે રોસ્ટર પોઇન્ટ એટલે કે ઓબીસીના 27, અનુસુચિત જનજાતિના 15 અને અનુસુચિત જાતિના 7 ટકા પ્રમાણે ભરતી કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ ત્યારબાદ યુજીસીએ અલ્હાબાદ હાઇકોર્ટમાં થયેલા કોર્ટ કેસનો ઉલ્લેખ કરીને કુલ જગ્યાઓના બદલે વિષય પ્રમાણે રોસ્ટર પ્રથાનો અમલ કરવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટના આ ચુકાદાને એમએચઆરડી વિભાગ દ્વારા યુજીસીએ કરેલા નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો પણ હતો.


માતા-પિતા કરતા રહી ગયા લગ્નની તૈયારી અને 23 વર્ષીય ધ્રુવીએ કરી....


અરજીકર્તા દ્વારા અનેક ઉદાહરણ અપાયા હતા જેમાંનો એક એટલે સંસ્કૃત વિષયમાં અધ્યાપકોની ભરતી અને તેમની ક્ષમતા પર સવાલ ઉભો કરાયો હતો. સાથે જ 200 પોઈન્ટ રોસ્ટર પદ્ધતિથી શિક્ષણ વ્યવસ્થાને ખરાબ અસર થતી હોવાની કરાઈ હતી રજૂઆત. અરજીકર્તા દ્વારા 200 પોઈન્ટની પ્રણાલીમાં ખામી હોવાની રજુઆતને અલ્હાબાદ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે પણ અધ્યાપકોની ભરતીમાં વિષય પ્રમાણે રોસ્ટર પ્રથાનો અમલ કરવાનો આદેશ આપ્યો હતો.


લગ્નમાં જઈ રહેલો ટેમ્પો પલટી ખાઈ ગયો, 35 જાનૈયાઓને ઈજા


મહાસંમેલનના માધ્યમથી યુનિવર્સિટીમાં પ્રોફેસર ભરતી પસંદગી પ્રક્રિયામાં 13 પોઈન્ટ રોસ્ટરની પ્રણાલી લાગું થવાથી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના એક પણ ઉમેદવાર ભવિષ્યમાં ક્યારેય પણ પ્રોફેસર નહીં બની શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. અધ્યાપકોએ કહ્યું હતું કે, કોઈ પણ વિષયમાં 3થી વધુ જગ્યા માટે અધ્યાપકોની ભરતી થતી ન હોવાથી આગામી અનેક વર્ષો સુધી OBC - SC/STના ઉમેદવારો અધ્યાપક બની નહીં શકે તેવી રજૂઆત પણ કરી હતી.


જુનાગઢ : બે સંતાનોને ઝેર પીવડાવી માતાએ પણ પીધી દવા


સાથે જ મહાસંમેલનના માધ્યમથી અધ્યાપકોએ માગણી કરી હતી કે કેન્દ્ર સરકાર 200 પોઈન્ટ રોસ્ટર પ્રણાલીને લાગું કરવા માટે તાત્કાલિક અધ્યાદેશ લાવે તેમજ બંધારણીય સુધારો કરી દેશના કરોડો લોકોને ન્યાય અપાવે. ગુજરાતના તમામ સામાજીક સંગઠનોના સહયોગથી 13 પોઈન્ટ રોસ્ટરની પ્રણાલીના વિરોધમાં અને 200 પોઈન્ટ રોસ્ટર પ્રણાલીના સમર્થનમાં તેમજ બંધારણીય જોગવાઇઓમાં સુધાર કરવાના હેતુથી આગામી આંદોલન કરવામાં આવશે,


‘અમારા ઓલપાડના ધારાસભ્ય શ્રી મુકેશ પટેલ ચૂંટણી જીત્યા બાદ ખોવાયેલ છે’


અધ્યાપકો, વિદ્યાર્થીઓ દ્વારા રાજ્યની તમામ યુનીવર્સીટીઓમાં આંદોલન કરશે. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ હવે અધ્યાપકો અને વિદ્યાર્થીઓની આશા કેન્દ્ર સરકાર પાસે રહેલી છે. જેને લઈને સરકાર અધ્યાદેશ પસાર કરીને જૂની 200 પોઈન્ટ રોસ્ટર પદ્ધતિ ફરી એકવાર અમલી કરાવે તેવી રજૂઆત કરવામાં આવશે.