Surat New પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના ચોકબજાર ધોરણ 8માં અભ્યાસ કરતી કિશોરી સાથે બે યુવકોએ દુષ્કર્મ આચર્યું. યુવકનો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર મિત્રતા કેળવી યુવક તેણીને એરપોર્ટની સામે ખુલ્લા મેદાનમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેના બે મિત્રોને બોલાવી અન્ય એક મિત્રએ દુષ્કર્મ આચર્યું હતું. એકે કિશોરીને ફોટો વાયરલ ધમકી આપી પૈસા માંગવાની સાથે દુષ્કર્મ આચરવા દબાણ કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના વરાછા ખાતે રહેતી ધોરણ 8 માં અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાર્થીને instagram, facebook પર એકાઉન્ટ બનાવવુ ભારે પડ્યું છે. વિદ્યાર્થીની instagram, facebook પર અભય નામના યુવકના સંપર્કમાં આવી હતી. સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે ચેટિંગ પર વાતચીત ચાલતી હતી. દરમ્યાન યુવકે વિદ્યાર્થીનીને મગદલ્લા રોડ ખાતે મળવા બોલાવી હતી. વિદ્યાર્થીનીને ત્યાં એક મકાનમાં લઈ જઈ તેની સાથે યુવકે દુષ્કર્મ આચર્યું હતું.


સમૃદ્ધ ગુજરાતમાં પગારના ફાંફા, ગુજરાતીઓને મળતો માસિક પગાર દેશના 18 રાજ્યો કરતા ઓછો


દુષ્કર્મ આચરનાર 20 વર્ષીય આરોપી અભય બોરડે દુષ્કર્મ આચર્યા બાદ તેના એક મિત્રને પણ ફોન કરીને બોલાવ્યા હતા. અને ત્યારબાદ સંય આહીર નામના યુવકે પણ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં તેમનો સાથી મિત્ર હિરેન સોલંકીએ કિશોરીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી 500 રૂપિયા માંગ્યા હતા અને સાથે તેની સાથે સંબંધ બનાવવા દબાણ કર્યું હતું. 


કિશોરી આરોપીઓના ચુંગાલમાંથી છૂટ્યા બાદએ પોતાના ઘેરે મોડી રાતે પહોંચી હતી. જ્યારે માતા પિતાએ ‘એટલી રાત સુધી તું ક્યાં હતી’ તેમ પૂછતાં વિદ્યાર્થીનીએ સમગ્ર હકીકત પોતાના માતા પિતાને જણાવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. તાત્કાલિક ચોક બજાર પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમની દીકરી સાથે બનેલ સમગ્ર ઘટના વિશે પોલીસને માહિતગાર કર્યા હતા. પોલીસે ઘટનાની ગંભીરતા લઈ તાત્કાલિક ગુનો નોંધી આરોપીની શોધ ખોળ હાથ ધરી હતી.


નરેશ પટેલનો યુવાઓને હુંકાર : સવા કરોડ જેટલી વસ્તી છે, જરૂર પડે ત્યારે ભેગુ થવું


પોલીસ ફરિયાદના આધારે સરથાણા શ્યામધામ ચોક પાસે રહેતો મુખ્ય આરોપી અભયએ આરોપી મિત્ર સંજય આહીરે ફોન કરી બોલાવ્યો હતો. અને તેણે પણ કિશોરી સાથે બળજબરીપૂર્વક બળાત્કાર કર્યો હતો. તથા હીરેન ઉર્ફે હેરીક ઉર્ફે હરેશ સોલંકીએ પણ કિશોરી સાથે બળજબરી પૂર્વક શારીરિક સબંધ બાંધવાની માંગણી કરી હતી. કિશોરીએ ના પાડતા હીરેન સોલંકીએ તેના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. અને તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ ચોક બજાર પોલીસે ત્રણેયની સામે રેપની ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી છે.


ખાસ કરીને આજના યુવાનોને instagram અને facebook ની લત લાગી ગઈ છે. ત્યારે ક્યાંક સગીર વયની કિશોરીને instagram, facebook ચલાવવાનું ભારે પડી રહ્યું છે. અગાઉ instagram તકી અનેક સગીર વયની યુવતીઓ પ્રેમ જાળમાં ફસાઈ દુષ્કર્મનો શિકાર બની છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવતા ચોક બજાર પોલીસે 3 આરોપીને પકડી પાડી કાર્યાવહી હાથ ધરી છે.


બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ ફરી કર્યો બફાટ, ગોરા કુંભાર વિશે અસભ્ય શબ્દોમાં પ્રવચન આપ્યું