ઝી ન્યૂઝ/રાજકોટ: યુક્રેન અને રસિયાના યુદ્ધના ભણકારાની અસર હવે સૌરાષ્ટ્રને પડી રહી છે. જેમાં યુક્રેન મોકલવાના રેલ્વે પાર્ટ્સનો લાખોનો સમાન અટકીને પડ્યો છે. ત્યાં કન્ટેનર પહોંચે અને યુદ્ધ થાય તો મોટું નુકસાન થાય તો સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને તેનું નુકસાન વેઠવું પડે તેમ છે. યુદ્ધના ભણકારાથી સૌરાષ્ટ્રનો 20 ટકા વેપાર ઠપ્પ થયો છે, એક્સપોર્ટ અટવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને 50 ટકા એડવાન્સ પેમેન્ટની માંગણી પણ આવતું નથી. એડવાન્સ પેમેન્ટ નહિ થતું હોવાથી ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી બાજુ કન્ટેનરોના ભાડા પણ વધી જતાં એક્સપોર્ટ પર અસર જોવા મળી રહી છે. પરંતુ લાંબા સમયે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને ફાયદો થશે તેવો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનો દાવો કરાયો છે 


બનાસકાંઠાના 100થી વધુ વિધાર્થીઓ યુક્રેનથી પાછા ફર્યા
નોંધનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધતા યુક્રેનમાં અભ્યાસ કરતા ભારતીય વિધાર્થીઓ અને તેમના પરિવારના લોકોની ચિંતામાં વધારો થયો હતો. જોકે યુક્રેનની પરિસ્થિતિ તંગદિલ બનતાં માતાપિતાને તેમના બાળકોની ચિંતા સતાવતા તેવો સતત મોબાઈલ દ્વારા તેમના સંપર્કમાં હતા, તો બીજી તરફ યુક્રેનમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ પણ મુંજવણમાં મુકાયા હતા અને તેમને સતત ડર સતાવતો હતો. યુક્રેનમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રહેવાની ખાતરી આપવામાં આવી હતી અને યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો વિદ્યાર્થીઓને તેમજ સિનિયર સિટીઝન માટે બંકર બનાવી અને તેમને તાલીમ આપવાની પણ વ્યવસ્થા કરાઇ હતી.


બીજી હાલની પરિસ્થિતિ પ્રમાણે યુક્રેનમાં જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે જેને લઈને ત્યાં રહેવું વિધાર્થીઓ માટે જોખમ રૂપ હોઈ બનાસકાંઠાના 100થી વધુ વિધાર્થીઓ પોતાના વતન આવવાના સતત પ્રયત્નો કરી રહ્યા હતા, ત્યારે ભારત સરકારની મદદથી યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માદરે વતન પરત આવી રહ્યા છે. 


જ્યાં યુક્રેનમાં MBBSમાં અભ્યાસ કરતો આર્ય લાટીવાલા આજે પોતાના વતન પાલનપુરમાં પરત ફરતા તેના પરિવારમાં ખુશી ફેલાઈ હતી અને તેને આવી પરિસ્થિતિમાં ઘરે આવવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો તો તેના પિતા કદમ લાટીવાલાએ ભારત સરકારનો આભાર માન્યો હતો..