અમદાવાદ : ગુજરાતનાં ઉના ખાતે સ્વયંભૂ ગૌરક્ષકોનાં ઉત્પીડનનો શિકાર એક દલિત પરિવારે મોટા સમઢિયાળા ગામમાં આયોજીત એક કાર્યક્રમમાં રવિવારે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો હતો. કાર્યક્રમનાં આયોજકોએ દાવો કર્યો કે, તેમાં 450થી વધારે દલિતોએ બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો છે. સૌરાષ્ટ્રમાં આયોજીત આ કાર્યક્રમમાં 1000થી વધારે દલિતોએ હિસ્સો લીધો હતો. જુલાઇ, 2016માં ઉનામાં મૃત ગાયનું ચામડુ કાઢવાનાં મુદ્દે સ્વયંભુ ગૌરક્ષકોએ સાત દલિતોને માર માર્યો હતો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મુદ્દે પીડિત બાલુભાઇ સરવિયા અને તેનાં પુત્ર રમેશ અને વશરામ ઉપરાંત તેમની પત્ની કંવર રસવયાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો હતો. બાલુભાઇનાં ભત્રીજા અશોક અને તેનાં અન્ય સંબંધી બેચરભાઇએ પણ બુદ્ધ પુર્ણીમાનાં દિવસે હિંદુ ધર્મ ત્યાગી દીધો હતો. આ બંન્ને પણ તે સાત લોકો પૈકીનાં હતા જેમને ગૌરક્ષકો દ્વારા કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. બાલુભાઇએ જણાવ્યું કે, ઉત્પીડનનો ભોગ બનેલા દેવજી ભાઇ તબિયત સારી નહી હોવાનાં કારણે કાર્યક્રમમાં હજાર રહી શક્યા નહોતા. તે પાડોશનાં બેદિયા ગામનાં રહેવાસી છે. 



રમેશે કહ્યું કે, હિંદુઓ દ્વારા તેમની જાતી મુદ્દે કરવામાં આવેલા ભેદભાવનાં કારણે તેમણે બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો છે. હિંદૂ ગૌરક્ષકોએ અમને મુસલમાન કહ્યા હતા. હિંદુઓ દ્વારા ભેદભાવથી અમને પીડા થાય છે. જેનાં કારણે અમે ધર્મ પરિવર્તનનો નિર્ણય લીધો છે. એટલે સુધી કે રાજ્ય સરકારે પણ અમારી સાથે ભેદભાવ કર્યો છે. સરકારે જે વચનો આપ્યા છે તે પુરા નથી કર્યા. 

રમેશે કહ્યું કે, અમને મંદિરમાંપ્રવેશતા અટકાવવામાં આવે છે. હિંદુ અમારી સાથે ભેદભાવ રાખે છે. અમે જ્યાં પણ કામ કરીએ છીએ ત્યાં અમારે અમારા વાસણો લઇને જવું પડે છે. ઉના મુદ્દે હજી સુધી અમને કોઇ ન્યાય મળ્યો નથી. જેનાં કારણે અમે ધર્મ પરિવર્તન કરી લીધો છે.