પરખ અગ્રવાલ/અંબાજી : યાત્રાધામ અંબાજી નજીક ચિખલા ગામે એક 22 વર્ષીય યુવકની હત્યા કરી દેવાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની હકીકત એવી છે કે, ગત્તરાત્રીએ રાણપુરનાં સુરમાભાઇ પરમાર તથા તેના પરીવાર સાથે તેના પિતરાઇ બહેનનાં લગ્નમાં ચિખલા ગામે આવેલ જ્યાં સુરમાભાઇ પરમારનાં પિતરાઇ ભાઇઓએ ચપ્પુના ઘા સુરમાભાઈ મારી હત્યા કરી દેવાતા સમગ્ર લગ્નપ્રંસગ માતમમાં ફેરવાયો હતો. જ્યાં ચિખલા ગામે લગ્નમાં સુરમાભાઇ તેના પિતરાઇ ભાઇ ખીમાભાઇ પરમારને મળ્યો હતો. પણ તેને પિતરાઇ ભાઇ હોવા છતાં ઓળખવાનો ઇન્કાર કરી તેનું ગળું પકડી લેતાં મામલો બિચક્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાસુ-વહુનો સંબંધ હોય તો આવો! મધર્સ ડેના આગલા દિવસે બનેલી ઘટના જાણીને ભીના થશે તમારા આંખના ખૂણા


જ્યાં એક તરફ લગ્નનાં ગીતો ગવાતા હતા. ત્યાં સુરમાભાઇનાં ત્રણ પિતરાઇ ભાઇઓ સુરમાભાઇને ફોસલાવી પોતાના ઘરની પાછળ લઇ જઇ સુરમાભાઇને પીઠનાં ભાગે ચપ્પુનાં ઘા મારી તેની હત્યા કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જ્યાં ચપ્પુનાં ઘાથી ઇજાગ્રસ્ત બનેલો સુરમાભાઇ તરફડીયા મારતો ઘર આગળ જ તેનું મોંત નિપજ્યુ હતું. જ્યાં સમગ્ર લગ્ન પ્રસંગ માતમ માં ફેરવાતાં દોડધામ મચી હતી. આ બાબતની જાણ અંબાજી પોલીસને થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. 


સુરત તો દયાવાનોનું શહેર છે, પણ આજે વૃદ્ધા આશ્રમમાં સુરતની માતા રહે એ શરમની વાત: હર્ષ સંઘવી


મૃત્યુ પામનાર સુરમાભાઇ પરમારનાં મૃતદેહને અંબાજીની જનરલ હોસ્પીટલમાં લાવી તેનાં પોસ્ટમાર્ટમની તજવીજ હાથ ધરી હતી. આજે આદીવાસી સમાજનાં અનેક લોકો મહીલાઓ સહીત અંબાજીની જનરલ હોસ્પીટલ ખાતે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો. સમગ્ર મામલે અંબાજી પોલીસમાં ફરીયાદ આપતાં મરનારની માતાને બહેનોએ પોતાના નિવેદન નોંધાવ્યા હતા. જેમાં જણાવ્યુ હતુ કે, આ હત્યા જમીન મામલે કરાઇ હોવાનું જણાવી આરોપીઓને સજા કરવાની માંગ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube