રાજકોટ : રાજકોટમાં 2 અલગ અલગ સ્થળોએ અકસ્માતના બનાવમાં 2 વ્યક્તિઓનાં મોત નિપજ્યાં છે. રાજકોટમાં વિનાયક વાટીકામાં રહેતો પુત્ર દર્શન પરમાર (ઉ.વ 17) સવારે માધાપર ચોકરી પાસે તેના પિતા રાજેશ પરમારને મુકવા માટે આવ્યો હતો. તે સમયે ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતા પિતાની નજર સામે જ પુત્ર દર્શનનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી તરફ કુંકાવાના બાટવા દેવાળીમાં કાકાએ કારની બ્રેકના બદલે લિવર પર પગ મુકી દેતા સામેથી આવી રહેલી 5 વર્ષની ભત્રીજી કચડાઇ ગઇ હતી. બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેઘ મહેર: દક્ષિણ ગુજરાતમાં 23 તાલુકામાં વરસાદ, સૌથી વધારે સોનગઢમાં 4 ઇંચ નોંધાયો

બીજી તરફ કુંકાવાવના બાટવા દેવાળીયામાં રહેતા પટેલ પરિવાર ગઇકાલે જ સેકન્ડમાં કાર ખરીદી હતી.જે ઘરની બહાર રાખી હતી. જો કે સામેથી ગાડુ આવતું હોવાનાં કારણે કાર નડતરરૂપ થતા રિપિન બાબુભાઇ મોવલીયાએ કાર ખસેડીને પોતાના ફળિયામાં લીધી હતી. જો કે ગાડી તેમને સારી રીતે આવડતું નહી હોવા છતા તેઓ ગાડી ખસેડી રહ્યા હતા. 


અમદાવાદમાં શ્રીકાર વર્ષા, વાતાવરણમાં ઠંડક અને રોડ પર પાણી અને ટ્રાફીકનો ભરાવો

જો કે તેમને બ્રેકનાં બદલે લીવર પર પગ આવી જતા ગાડી ફળીયામાં ઝડપભેર ઘુસી ગઇ હતી. જેથી ફળીયામાં રમી રહેલી 5 વર્ષની ભત્રીજી જિનલ પર ગાડી ચડી ગઇ હતી. જેથી તેની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેનું સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું હતું. જેના પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર