Hidden Gems of Gujarat : ગુજરાત ટુરિઝમે બે અનોખી ફોટોગ્રાફી સ્પર્ધાઓ શરૂ કરી છે અને ફોટોગ્રાફીના ઉત્સાહીઓને તેમના પોતાના દ્રષ્ટિકોણ દ્વારા ગુજરાતની સુંદરતા દર્શાવવા માટે આમંત્રિત કર્યા છે. આ સ્પર્ધાઓ 19મી નવેમ્બર, 2024થી શરૂ થઈ છે અને 24મી નવેમ્બર, 2024ના રોજ પૂરી થશે. આ સ્પર્ધાઓ સાથે ગુજરાત ટુરિઝમનું લક્ષ્ય રાજ્યના વણખેડાયેલા મનમોહક સ્થળો તથા આકાશમાંથી અનેરા દ્રશ્યો રજૂ કરવાનો છે જે ભાગ લેનારાઓને તેમની પોતાની રચનાત્મકતા દર્શાવવા અને પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ્સ પર માન્યતા મમેળવવાની તક આપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલી કોન્ટેસ્ટ છે “Hidden Gems of Gujarat – Gujarat Tourism 2025 Calendar” જે તેમાં ભાગ લેનારને રાજ્યના અજ્ઞાત અને સુંદર દ્રશ્યો શોદવા માટે પ્રોત્સાહિત કરે છે. ફોટોગ્રાફરોને ગુજરાતના શાંત પરિદ્રશ્યો, ન જોવાયેલા સ્થળો અને સામાન્ય પ્રવાસન આકર્ષણોથી આગળ વધીને લોભામણી ક્ષણો ઝડપવા માટે આમંત્રિત કરવામાં આવે છે. આ સ્પર્ધા થકી ગુજરાત ટુરિઝમ વાઇબ્રન્ટ રાજ્યની વણખેડાયેલી સુંદરતા પર પ્રકાશ પાડવા અને તેના ઓછા જાણીતા આકર્ષણોને શોધવા માટે વિશ્વને આમંત્રણ આપવાનો હેતુ ધરાવે છે.


અહીં મળશે ફોર્મની લિંક


Hidden Gems of Gujarat
https://forms.gle/mqdxwhbwjHXUyuVd7


Gujarat: A Bird’s-Eye View 
https://forms.gle/zFayqMzvcpc9Jaf86


“Gujarat: A Bird’s-Eye View” નામની બીજી સ્પર્ધામાં ભાગ લેનારાઓને ગુજરાતને ડ્રોનની આંખો દ્વારા એક અલગ જ દ્રષ્ટિકોણથી જોવાનો પડકાર ફેંકવામાં આવ્યો છે. રાજ્યના આઇકોનિક સ્થળો, ધમધમતા શહેરો અને પ્રાકૃતિક સુંદરતાને આકાશમાંથી ઝડપવાના ઉદ્દેશ સાથે આ સ્પર્ધા ગુજરાતને અગાઉ કદી ન જોવામાં આવ્યું હોય તે પ્રકારે રજૂ કરવાનું વચન આપે છે. એરિયલ ફોટોગ્રાફી રજૂ કરીને તે આકાશમાંથી રાજ્યની ભવ્યતા અને આકર્ષણને ઉજાગર કરવા માંગે છે. 


Vav Byelection Result Live Update : ગુલાબસિંહ બન્યા જાયન્ટ કિલર, કોંગ્રેસ જીત તરફ


બંને સ્પર્ધાઓ ભાગ લેનારને ગુજરાત ટુરિઝમ 2025ના કેલેન્ડરમાં તેમના વિજેતા ફોટોગ્રાફ રજૂ કરવાની અનોખી તક આપે છે. આ કેલેન્ડર એક અનેરું પ્લેટફોર્મ છે જે રાજ્યના સમૃદ્ધ દ્રશ્ય કથાની ઊજવણી કરે છે. વિજેતાઓને તેમનું કામ ગુજરાત ટુરિઝમની સત્તાવવાર સોશિયલ મીડિયા ચેનલ્સ પર દેખાડવાનું ગૌરવ પણ મળશે જેનાથી સુનિશ્ચિત થશે કે તેમની કલાત્મકતા બહોળા પ્રેક્ષકવર્ગ સુધી પહોંચે. 


ભાગ લેવા માટે ફોટોગ્રાફર્સે ચોક્કસ માર્ગદર્શિકાઓનું પાલન કરીને સ્પર્ધા માટેના સત્તાવાર ફોર્મ દ્વારા તેમની એન્ટ્રી મોકલવાની રહેશે. સબમિશનમાં ડીએસએલઆર/મિરરલેસ કેમેરા/ડ્રોન/ GoProનો ઉપયોગ કરીને લીધેલા હાઇ-ક્વોલિટી ફોટોગ્રાફ જ હોવા જોઈએ જે ઉત્કૃષ્ટતાના પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ સુનિશ્ચિત કરતા હોય. મોબાઇલ ફોનથી લીધેલા ફોટોગ્રાફ્સ સ્વીકારવામાં નહીં આવે. દરેક સ્પર્ધક દરેક કેટેગરી દીઠ ત્રણ જેટલા ફોટોગ્રાફ્સ મોકલી શકે છે. તેમની એન્ટ્રી ઓરિજિનલ, સાહિત્યિક ચોરી કર્યા વિનાની અને નૈતિક તથા રચનાત્મક ધોરણોનું સન્માન કરતી હોય તેવી હોવી જોઈએ.


એન્ટ્રી JPEG, JPG અથવા PNG ફોરમેટમાં હોવી જોઈએ જેમાં મિનિમમ રિસોલ્યુશન 300 dpi અને કમસે કમ 3 એમબીની ફાઇલ સાઇઝ હોવી જોઈએ. ફાઇલનું યોગ્ય નામ, સચોટ મેટાડેટા અને સબમિશનના ધોરણોનું પાલન થવું જરૂરી છે કારણ કે જ્યુરી ચોક્સાઇ અને કાળજીપૂર્વક દરેક એન્ટ્રીનું મૂલ્યાંકન કરશે. વિજેતા એન્ટ્રીઓને ક્વોલિટી રિપ્રોડક્શન માટે હાઇ-રિસોલ્યુશન અનએડિટેડ ફાઇલ પણ સબમિટ કરવી પડી શકે છે. 


ગુજરાત ટુરિઝમની આ પહેલ ન કેવળ ઊભરતા અને અનુભવી ફોટોગ્રાફર્સને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે પરંતુ ગુજરાતની નજરે પડતી સુંદરતાની તેના તમામ પ્રકારમાં ઊજવણી પણ કરે છે. આ સ્પર્ધાઓ સ્થાનિક લોકો અને મુલાકાતીઓને નવી દ્રષ્ટિથી નિહાળવા અને તેના છૂપાયેલા ખજાનાથી માંડીને નયનરમ્ય આકાશી દ્રશ્યો સુધીના આકર્ષણોને નવેસરથી શોધવા માટે પ્રેરિત કરે છે. ભાગ લેનારાઓને તેમની રચનાત્મકતા અપનાવવા અને તેમની પોતાની નજરેથી ગુજરાતની વાર્તા રજૂ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.


ફ્લાવર નહિ ફાયર નીકળ્યો આ તો... બુમરાહે પર્થ ટેસ્ટમાં ભયંકર તબાહી મચાવી, ઓસ્ટ્રેલિયા