ચાર લગ્ન કરીને પણ ખુશ નહી થતા યુવકે પાંચમા લગ્ન કર્યા પરંતુ દુલ્હન એવી નિકળી કે યુવકને આત્મહત્યા કરવી પડી...
જિલ્લામા બારેજાના યુવકે લૂંટેરી દુલ્હનના કારણે આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ચાર વખત લગ્નમા નિષ્ફળતા મેળવ્યા બાદ લૂંટેરી દુલ્હનનો શિકાર થતા આપઘાત કર્યો હતો. પોલીસે બે મહિલા સહિત પાંચની ધરપકડ કરી હતી. જયારે લૂંટેરી દુલ્હન અને તેની માતાની શોધખોળ શરૂ કરી છે. પોલીસ કસ્ટડીમા જોવા મળતા આ આરોપીઓ આશાબેન, રાજુભાઈ અશ્વિન, મુકેશ અને સુફીયાના છે. આરોપીઓએ પૈસાની લાલચમા લૂંટેરી દુલ્હન સાથે બારેજાના યુવકના લગ્ન કરાવ્યા હતા. લગ્નના દસ દિવસમા લૂંટેરી દુલ્હન ફરાર થઈ જતા યુવકે આપઘાત કરી લીધો. ઘટનાની વાત કરીએ તો બારેજામા રહેતા હિતેષ સોલંકીએ વલસાડના રાજુભાઈ અને આશાબેનના સંપર્કમા આવ્યો હતો. આ આરોપીએ દોઢ લાખ રૂપિયા લઈને મુંબઈના રાણી નામની યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. આ રાણી લૂંટેરી દુલ્હન નીકળી હતી.
આશ્કા જાની/અમદાવાદ : જિલ્લામા બારેજાના યુવકે લૂંટેરી દુલ્હનના કારણે આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ચાર વખત લગ્નમા નિષ્ફળતા મેળવ્યા બાદ લૂંટેરી દુલ્હનનો શિકાર થતા આપઘાત કર્યો હતો. પોલીસે બે મહિલા સહિત પાંચની ધરપકડ કરી હતી. જયારે લૂંટેરી દુલ્હન અને તેની માતાની શોધખોળ શરૂ કરી છે. પોલીસ કસ્ટડીમા જોવા મળતા આ આરોપીઓ આશાબેન, રાજુભાઈ અશ્વિન, મુકેશ અને સુફીયાના છે. આરોપીઓએ પૈસાની લાલચમા લૂંટેરી દુલ્હન સાથે બારેજાના યુવકના લગ્ન કરાવ્યા હતા. લગ્નના દસ દિવસમા લૂંટેરી દુલ્હન ફરાર થઈ જતા યુવકે આપઘાત કરી લીધો. ઘટનાની વાત કરીએ તો બારેજામા રહેતા હિતેષ સોલંકીએ વલસાડના રાજુભાઈ અને આશાબેનના સંપર્કમા આવ્યો હતો. આ આરોપીએ દોઢ લાખ રૂપિયા લઈને મુંબઈના રાણી નામની યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. આ રાણી લૂંટેરી દુલ્હન નીકળી હતી.
યુદ્ધ સમયે પાકિસ્તાનથી ભારત આવેલા કચ્છીઓની આ કળા વિસરાઇ રહી છે, જુઓ અનોખી કળા
લગ્નના દસમા દિવેસ દાગીના અને કિમંતી વસ્તુઓ લઈને માતા સાથે રફુચક્કર થઈ હતી. જેના આઘાતમા હિતેષ સોલંકીએ અંતિમ ચીઠ્ઠી લખીને ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. પોલીસે દુષ્પેરણા અને છેતરપિંડીનો ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ કરી. મૃતક હિતેષ સોંલકીના અગાઉ ચાર લગ્ન થયા હતા પરંતુ ચારેય નિષ્ફળ રહયો હતો. 27 વર્ષનો હિેતેષ પોતાનુ લગ્ન જીવન સુખીથી જીવવા માંગતો હતો. આરોપી રાજેશ અને આશાબેનનો લગ્ન માટે સંપર્ક થયો હતો. આ બન્ને મુંબઈની યુવતીના બેન બનેવી બનીને મળ્યા હતા. યુવતીના માતા-પિતા નહિ હોવાનુ કઈને તેની સાથે લગ્ન કરાવ્યા હતા.
સુરત મનપાના ઉત્કર્ષ ભવનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, મહિલાઓના ઉત્થાન માટે ઊભી કરાઈ હતી આ સુવિધા
આ યુવતી સાથે લગ્ન કર્યા બાદ 10 દિવસમા દાગીના લઈને ફરાર થઈ ગઈ છે. રાણી અને તેની માતા પણ આ છેતરપિંડીમા સામેલ હોવાનુ ખુલ્યું હતું. અસલાલી પોલીસે આરોપીની ધરપકડ કરીને મુંબઈની યુવતી અને તેની માતાની શોધખોળ શરૂ કરી છે. લૂંટેરી દુલ્હને અનેક લગ્નવિચ્છુક યુવાનોની જીદંગી બરબાદ કરી દીધી છે. ત્યારે વધુ એક યુવાને તો પોતાની જીદંગીનો અંત લાવી દીધો છે. આ ગંભીર ઘટનાને લઈને અસલાલી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. જયારે પકડાયેલા આરોપીએ અન્ય કોઈ વ્યકિત સાથે છેતરપિંડી કરી છે કે નહિ તે મુદ્દે તપાસ શરૂ કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube