`પાટણની સાતેય બેઠકો બહુમતિથી જીતીશું`, ગોયલે કહ્યું; `PM મોદીની લોકપ્રિયતા સામે કોઈ ટકી શકે નહી`
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશભરમાં પાટણનું એક આગવું મહત્વ છે. આજે પાટણ લોકસભા હેઠળ 3 જિલ્લાની 7 વિધાનસભાની રાજકીય સમીક્ષા બેઠક કરવામાં આવી હતી.
અર્પણ કાયદાવાલા/પાટણ: વિધાનસભાની ચૂંટણી ટાણે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલની પાટણ મુલાકાત પધાર્યા છે. ત્યારે પાટણ લોકસભા બેઠક હેઠળની 7 વિધાનસભા બેઠક માટેની ભાજપ કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ-મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે પાર્ટીના ચાલતા તમામ પ્રકારના આંતરિક વિખવાદ દૂર કરવા કડક સૂચના અપાઈ છે અને પક્ષ નક્કી કરે એ ઉમેદવારને જીતાડવા મહેનત કરવા સૂચના આપવામાં આવી છે.
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશભરમાં પાટણનું એક આગવું મહત્વ છે. આજે પાટણ લોકસભા હેઠળ 3 જિલ્લાની 7 વિધાનસભાની રાજકીય સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. જેમાં તમામ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત હતા, તેમની પાસેથી અનેક પ્રકારના પ્રતિભાવ મળ્યા છે. આવનારા દિવસોમાં એમની જે અપેક્ષા છે એ અંગે પણ ચર્ચા કરી છે. ચર્ચા કર્યા બાદ મને વિશ્વાસ છે કે પાટણ લોકસભાની સાતેય બેઠકો ભાજપ પ્રચંડ બહુમતિથી જીતશે અને અગાઉ ક્યારેય ન મળી હોય એવી ભવ્ય જીત મળશે.
વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં ફેરફાર: વિજય રૂપાણી-નીતિન પટેલને ફરી મળ્યું મોટું પદ
પિયુષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે, અમારા મુદ્દા સ્પષ્ટ છે, મોદીજીનું નિર્ણાયક નેતૃત્વ, વિકાસથી લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે. કોઈપણ ભેદભાવ વગર સરકાર કામ કરી રહી છે, એનો લાભ સૌને મળી રહ્યો છે. અહીં જે મને ફીડબેક મળ્યા છે એ તમામ પરથી સ્પષ્ટ છે કે સરકાર યોગ્ય દિશામાં જઈ રહી છે અને તમામ વર્ગોને લાભ મળી રહ્યા છે. મંત્રીઓના પોર્ટફોલિયોમાં ફેરફાર અંગે હું કઈ કહી શકું એમ નથી.
'ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતને 60 દિવસ બાકી', જાણો સીઆર પાટીલનું આ નિવેદન
પિયુષ ગોયલે રાજ્યમાં ત્રીજા પક્ષ માટે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીને મોદીની સરખામણીએ હાસ્યનો વિષય છે. મોદીજીની લોકપ્રિયતા એટલી છે કે તેમની સામે કોઈ ટકી શકે એમ નથી. કોઈપણ રાજકીય પાર્ટી ચૂંટણીમાં આવે, અમને વિશ્વાસ છે કે અમે કરેલા કામના આધારે ગુજરાત અને દેશની ચૂંટણીમાં અમારો જ વિજય થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube