બ્રિજેશ દોશી, અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ફરી એકવાર ગુજરાત (Gujarat) ની મુલાકાતે આવી રહ્યા છે. પહેલાં નક્કી કરવામાં આવેલા કાર્યક્રમમાં થોડો ફેરફાર થયો છે. અમિત શાહ (Amit Shah) 10 તારીખે સાંજે અમદાવાદ (Ahmedabad) આવશે. ત્યારબાદ 11 તારીખે બપોરે 4 કલાકે સાણંદ (Sanand) APMC ખાતે લોકાર્પણ અને ખાત મુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NRI ડિપોઝીટમાં થયો 90 ટકાથી વધુનો ઘટાડો, ગુજરાત સ્ટેટ બેંકર્સ કમિટીના રિપોર્ટમાં થયો ખુલાસો


સાણંદ (Sanand) બાવળા તાલુકાના 27 કરોડના ખર્ચે તૈયાર થયેલા કામોનું લોકાર્પણ કરશે. જ્યારે 17 કરોડના ખર્ચ નિર્માણ પામનાર 8 કામોનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ 12 તારીખે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કરશે અને મંગળા આરતીમાં હાજરી આપશે. 

Rath Yatra: અમદાવાદમાં શરતોને આધીન રથયાત્રાને મંજૂરી, ટૂંક સમયમાં થશે જાહેરાત


અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહ દર વર્ષે રથયાત્રા (Rath Yatra) ના દિવસે પરિવાર સાથે મંગળા આરતીમાં હાજર રહે છે. ત્યારે તેઓ આ વખતે પણ રથયાત્રા (Rath Yatra) ના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે.


તાજેતરમાં જ થોડાંક દિવસો અગાઉ કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અહીં તેઓએ ત્રણ ઓવરબ્રિજોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે એક વાર ફરી તેઓ ગુજરાત (Gujarat) ની મુલાકાતે આવી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube