પરખ અગ્રવાલ/ અંબાજી, બનાસકાંઠા: ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આજથી રાજ્ય ભરમાં જન આશીર્વાદ યાત્રાનો (Jan Ashirwad Yatra) પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને લઇ બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની આગેવાની હેઠળ આ યાત્રા પરીભ્રમણ કરશે. આજે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ (Union Minister Dev Singh Chauhan) પોતાની જન આશીર્વાદ યાત્રા પુર્વે શક્તિપીઠ અંબાજીમાં (Ambaji) મા અંબાના દર્શને પહોંચ્યા હતા. કુવારીકાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે અંબાજી (Ambaji) મંદિર ટ્રસ્ટ દ્વારા ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ મા અંબાના (Maa Amba) નીજ મંદિરમાં સવારની મંગળા આરતીનો લાભ લઇ માતાજીનાં દર્શન કરી પોતાની યાત્રા (Jan Ashirwad Yatra) સફળ કરવાં પ્રાર્થના કરી હતી. જ્યાં જિલ્લા કલેકટર (District Collector) દ્વારા યંત્ર ભેટ આપ્યું હતું અને માતાજીની ગાદી ઉપર રક્ષાપોટલી પણ બંધાવી ભટ્ટજી મહારાજનાં આશીર્વાદ મેળવ્યાં હતા.


આ પણ વાંચો:- Gujarat: 8 મહાનગર પાલિકાઓમાં રાત્રિ કર્ફ્યૂની અવધિ લંબાવાઈ, આ તારીખ સુધી રહેશે અમલ


બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં આજથી શરૂ થતી જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra) 164 કિલોમીટરનાં રૂટ ઉપર પરીભ્રમણ કરશે અને ઠેક ઠેકાણે યાત્રાના રૂટ ઉપર સ્વાગત કાર્યક્રમ પણ યોજાશે. આ જન આશીર્વાદ યાત્રા બનાસકાંઠા જિલ્લાનાં 164 કિલોમીટરનું અંતર કાપી સદારામ બાપાનાં ધામ ટોટાણા ખાતે સમાપન કરાશે.



આ પણ વાંચો:- Narmada: કેવડિયા જંગલ સફારીની શાનમાં વધારો, હવે જોવા મળશે સફેદ ટાઇગરની જોડી


આજે મા અંબાના દર્શનાર્થે પહોંચેલાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સાથે સાંસદ પરબતભાઈ પટેલ, રાજસભાના સાંસદ દિનેશ અનાવાડીયા સહીત ઉત્તર ગુજરાત યાત્રાનાં ઇન્ચાર્જ ગોરધનભાઇ ઝડફિયા પણ જોડાયા હતા અને અંબાજીથી યાત્રા માટે પ્રસ્થાન થતાં અંબાજી ભાજપા મંડળ તેમજ યુવા મોરચા સહીત વિવિધ જ્ઞાતીઓના અગ્રણી દ્વારા તેમનું અભિવાદન સહ શુભેચ્છાઓ પણ પાઠવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube