અમદાવાદ : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ અમદાવાદમાં પણ સભા ગજવી હતી. રૂપાલાએ જણાવ્યું કે, 32 ઉમેદવારોની સામટી સભામાં હું પહેલીવાર આવ્યો હતો. કિશોરભાઈ તો ખૂબ સરસ રીતે વાત મૂકે છે, શહેર પ્રમુખને વિનંતી આમનો લાભલે. કોર્પોરેશનના સંચાલકો પોતાના કાળખંડનો હિસાબ આપતા હોય છે. મારે આપની સામે કેટલાક ચિત્રો રજૂ કરવા છે. મારે આ 32 માટે નહીં પણ કેટલાક ચિત્રો તમામ ઉમેદવારો અને અમદાવાદ સહિત ગુજરાત માટે રજૂ કરવા છે. અમદાવાદની સાબરમતીમાં સર્કસ ઉતરતા, એમાં હવે વિમાન ઉતરે એ દ્રશ્યો ભાજપ સરકારે કર્યા. નવી પેઢી, 10 વર્ષ પહેલાંના બાળકોને નદી એટલે શું એ ખબર ન હતી એમાં પાણી આવતું નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઇથી કેટરિંગ વ્યવસાય માટે આવેલી યુવતીને રાત્રે ચિક્કાર દારૂ પીવડાવવામાં આવ્યો અને...


2001 માં ગુજરાતના સીએમ તરીકે મોદીજીએ શપથ લીધા ત્યારે 11 વાગે શપથ લીધા. એવામાં 4 વાગે કાર્યક્રમ રાખ્યો છે એવા સમાચાર આવ્યા.. અમે ઘર, ઓફીસ, ગાડી શોધતા હતા. કાર્યક્રમ નર્મદા નદીના પાણીને સાબરમતીને છોડવાનો હતો. આ પાણી આકાશમાંથી નથી આવ્યું, આ પાણી નર્મદામાંથી આવ્યું. અહીં પાણી ધરોઈમાંથી છોડવામાં આવતું, અમદાવાદ કોર્પોરેશનનો એમાં ભાગ છે. ધરોઈમાંથી પાણી આવે એ વહેતુ વહેતુ અહીં આવે. વિચારો કેટલું પાણી ફરતું ફરતું અહીં આવે. કેટલા ખેડૂતો વાપરે. 100 ગેલન છોડે તો અહીં 1 લીટર પણ ના આવે. આ એટલે કહું છું કે કોંગ્રેસ જેમણે આઝાદી પછી આ દેશ ચલાવ્યો. એમની વ્યવસ્થાનો હિસાબ લોકો સામે મૂકે.


અમદાવાદ: ઓનર કિલિંગમાં યુવકની હત્યા, ચાર દિવસ સુધી શોધી ત્યારે મૃતદેહ મળ્યો


ગુજરાતના વેપારીઓ માટે ગમે તેમ બોલે રાખો છો. આ પહેલા રાફેલનો ઉપાડો લીધો હતો. 100 કંપનીઓને કામ આપ્યા. બેના નામ આવડે. અદાણી અને અંબાણી. ઓલા 98 સારા. આ બે જ ચોરી કરે છે. હવે આમને કોણ સમજાવે. જો નર્મદાના પાણીને સાબરમતીમાં ના નાખ્યું હોત તો પાણી દેખાત જ નહીં. ખારીકટ કેનાલ જેમાં શેઢીમાં ટ્રાયલ તરીકે નર્મદાની કેનાલનો નમૂનો બનાવ્યો હતો. એનું ઇન્સ્પેકશન કરવા ગયા. ત્યારે ખબર પડી કે અમદાવાદથી નજીક તો નર્મદા છે. અધિકારી મહાપાત્રા હતા એ વખતે એમને આદેશ આપ્યા.સૌરાષ્ટ્રથી આવીએ એટલે સરખેજ પહેલા ફાટક આવે. અડધી કલાક તો બંધ જ હોય. બીજે જઈએ એટલે એય બંધ હોય. આ પૂરું થાય એટલે સુભાષબ્રિજ પાસે આવે. એસજી રોડ બન્યો ત્યારે એવું સાંભળ્યું છે કે અંધારામાં બાર બારથી કોણ જાય. આ અમદાવાદની ફરતે પહેલો રિંગરોડ ભરાઈ ગયો. બીજો નાખ્યો છે. અહીં તમામ કલર ભાજપે પૂર્યા છે. લોકસભામાં નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું, મોટાભાગના હાહ ચઢી ગયું. કેવું હશે બજેટ. બધા મહામારીમાં પસ્ત હતા. અમેરિકા પણ હજુ ટનલમાંથી બહાર કેમ આવવું સમજાતું નથી. 


વિદેશ જવાનું આયોજન કરી રહ્યા હો તો ધ્યાન રાખજો ઠગ ભટકાઇ ન જાય, લાખોની ઠગાઇ આચરી !


ઘરનો પાણી ના પાવે, એવો રોગ. આ મહાનગરની ચૂંટણી સભામાંથી કોરોના વોરિયર્સને સલામ.. બલિદાન કેટલાક એ આપ્યા. આ સમયે બજેટ શેનું બનાવીશું સવાલ હતો. લોકોને શંકા હતી, કે બજેટમાં કમરતોડ માર પડશે. કટોકટીનું બજેટ એકપણ રૂપિયાના ટેક્સ વગર આપવા બદલ સરકારનો આભાર. આખું વર્ષ ખબર પૂછવામાંથી ગયો.. હવે તો કેમ છો એવું પૂછવાની આદત પડી ગઈ. એક એક પરિવારમાંથી બે ત્રણ લોકો કાલનો કોળિયો બની ગયા. ભારતે એક નહીં બે રસી બજારમાં મૂકી.


Gujarat Corona Update: નવા 263 કેસ, 271 દર્દી રિકવર થયા, 11 જિલ્લામાં એક પણ કેસ નહી


એક સમયે ભારતમાં એક જ લેબ હતી, આજે 700 લેબ ચાલુ છે. PPE કિટ વગર કામ થાય નહીં, એ વિદેશથી મંગાવતા. આજે જોઈએ એટલી કિટ ભારત બનાવે છે, અને નિકાસ કરીએ છીએ, માત્ર એક વર્ષમાં વિપક્ષ અમારી સામે સાવ સમજણ વિનાનું છે, એક વિપક્ષી નેતાએ કહ્યું કે ભાજપની રસી નહીં મુકાવું. અલ્યા રસી ભાજપની હોય.. વૈજ્ઞાનિકોએ બનાવી છે, હવે આખી પાર્ટી રસી લેવાની રાહ જોવે છે. 24 મી એ લોકડાઉન થયું, રાત્રે મધ્યપ્રદેશ, યુપી અને રાજસ્થાનના ખેડૂતોના ફોન આવ્યા. હારવેસ્ટિંગનો સમય હતો. 25 તારીખે અમે ખેડૂતના સાધનોને મંજૂરી આપી હતી. ખાતર, દવા, બિયારણ માટે બૂમ ના પડી. ખેડૂતોને ધન્યવાદ. કોરોનામાં ઓલ ટાઈમ હાઈ ઉત્પાદન કર્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube