કેતન બગડા/અમરેલીઃ અમરેલી જિલ્લા દૂધ સંઘમાં 17 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. અમરેલી જિલ્લા દૂધ સંઘની ચૂંટણી માટે 8 જુલાઈએ ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ માટે 30 જુલાઈએ ચૂંટણી યોજાવાની હતી. પરંતુ તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં હવે ચૂંટણી યોજવાની જરૂર પડશે નહીં. કુલ 17 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલા, સંઘાણી બિનહરીફ
જે 17 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. તેમાં કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા અને ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીનો પણ સમાવેશ થાય છે. તો દર વખતે જિલ્લા દૂધ સંઘની ચૂંટણીમાં દર વખતે તમામ ઉમેદવારો બિનહરીફ જ ચૂંટાય છે અને આ પરંપરા પણ યથાવત રહી છે. ભાજપના નેતા દિલીપ સંઘાણીએ તેને માલધારીઓ અને પશુપાલકો માટે કરેલા કામોની જીત ગણાવી છે. 


બિનહરીફ જાહેર થયેલા નામોની યાદી
1.દિલીપ સંઘાણી
2.પરષોતમભાઈ રૂપાલા 
3.અશ્વિનભાઈ સાવલિયા
4.મુકેશભાઇ સંઘાણી 
5.ભાવનાબેન ગોંડલિયા 
6.રાજેશભાઈ માંગરોળિયા
7.ચંદુભાઈ રામાણી
8.રેખાબેન હરેશભાઈ કાકડિયા
9.ઠાકરશીભાઈ શિયાણી
10.ભાનુબેન બુહા
11.અરુણાબેન  માલાણી
12.અરુનભાઇ પટેલ 
13.ભાવનાબેન સતાસિયા
14.રામજીભાઇ કાપડિયા 
15.જયાબેન રામાણી
16.કંચનબેન ગઢીયા
17.કમલેશભાઈ સંઘાણી


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube