ઝી ન્યૂઝ/રાજકોટ: એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. વાહનો પણ મોંઘા થયા છે અને આવતા મહિનાથી મકાન લેવું પણ મોંઘુ થવાનું છે. તેવામાં લોકોને થોડી રાહત મળે તેવા સમાચાર છે. જો તમે હાઈવે પર મુસાફરી કરતા હોવ તો તમારા માટે રાહતના સમાચાર છે. હાઈ-વે પર મુસાફરી કરવી સસ્તી થશે કારણ કે હવે 60 કિલોમીટર પર માત્ર એક જ વખત ટોલ પ્લાઝા રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોલ પ્લાઝાની નજીક રહેતા લોકોએ હવે ટોલ ટેક્સ ભરવો નહીં પડે. ટોલ પ્લાઝાની નજીક રહેતા લોકોને પાસ આપવામાં આવશે, તે પાસ મારફતે તે લોકો ટોલ પ્લાઝા ફ્રીમાં ક્રોસ કરી શકશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ​​લોકસભામાં સરકારની આ યોજના વિશે માહિતી આપી હતી, સરકારની આ યોજના આગામી 3 મહિનામાં અમલમાં આવશે. 


તમને જણાવી દઈએ કે, મંગળવારે લોકસભામાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે 60 કિલોમીટરના અંતરે ટોલનાકુ હોવું જોઇએ. 60 કિલોમીટરથી ઓછા અંતરે ટોલનાકુ હશે તો બંધ કરવામાં આવશે. ત્યારે રાજકોટ જુનાગઢ હાઈવે પર માત્ર 35 કિ.મી.ના અંતરે બે ટોલનાકા છે. ભરૂડી અને પીઠડીયા ટોલનાકામાં ઘણા વર્ષોથી ટોલ ટેક્ષ વસુલ કરવામાં આવે છે. ત્યારે હવે એવી માંગ ઉઠી રહી છે કે, આ ટોલટેક્સ ગડકરીના નિવેદન મુજબ બંધ થવા જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube