રાજુ રુપરેલિયા/દ્વારકા: દ્વારકા જિલ્લાના માનવ વસ્તી ધરાવતા મધ દરિયે આવેલા એક ટાપુ પર મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં 44 મતદારો માટે 11લોકોનો સ્ટાફ રાખવામાં આવ્યો હતો. આ બૂથ પર 66 ટકા મતદાન થયું છે. ખંભાળિયા નજીક મધ દરિયમાં આવેલા ટાપુમાં મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખંભાળિયા પાસે આવેલા ટાપુ પર રહેતા 44 મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા અનોખી વ્યવસ્થા કરવામાં આવી હતી. અને લોકોને તકલીફ ન પડે તે માટે તેમના ટાપુ પર મતદાન બુથની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને આ મત વિસ્તારમાં 66 ટકા જેટલુ મતદાન કરવા માટે ચૂંટણી અધિકારીઓ સફળ રહ્યા હતા.


બળબળતા તાપમાં પણ મતદાન કરવા માટે ગુજરાતની જનતાનો આભાર: જીતુ વાઘાણી



મધ દરિયે મતદારને તકલીફ ન પડે તે માટે બોટ મારફતે ઇવીએમ અને વીવીપેટ સહિતનો સામન લઇ જવામાં આવ્યો હતો. માત્ર 44 જેટલા મતદારો માટે ચૂંટણીપંચ દ્વારા 11 જેટલા અઘિકારીઓ નિયુક્ત કરવામાં આવ્યા હતા. મધદરિયે ટાપુ પર મતદારને તકલીફ ન પડે તે માટે ચૂંટણીપંચની આ વ્યવસ્થા ખરેખર સરાહનિય ગણાવી શકાય.